FSIની અધધધ આવક:મનપાના ઇતિહાસમાં પહેલીવાર પેઇડ FSIની આવકનો આંકડો 1000 કરોડને પાર, બાંધકામ ઉદ્યોગના વિકાસની સાથે રોજગાર વધ્યો
મનપા કમિશનર દ્વારા વિકાસ પરવાનગીની ફાઇલોની મંજૂરીમાં કરવામાં આવેલી ઝડપને પગલે શહેરમાં બાંધકામ ઉદ્યોગના વિકાસની સાથે રોજગાર વધ્યો છે અને મનપાની પેઇડ FSIની આવકમાં નોંધનીય વધારો થયો છે. ગત વર્ષોની સરખામણીએ સુરત મહાનગરપાલિકાએ ખૂબ મોટા પ્રમાણમાં આવક ઊભી કરી છે. રેકોર્ડબ્રેક આવક નોંધાઈ
નાણાકીય વર્ષ 2022-23માં 625.33 કરોડની સર્વાધિક આવક પેઇડ FSI પેટે મનપાને થઇ હતી. મનપાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા થયેલી કામગીરી તથા મનપા કમિશનર દ્વારા નિયમોને આધિન ઝડપથી ફાઇલોને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરાતા વર્તમાન નાણાકીય વર્ષમાં મનપાને પેઇડ FSIની આવકમાં જેકપોટ લાગ્યો હોય એવી સ્થિતિ ઊભી થઇ છે. આજની તારીખે મનપાની તિજારીમાં જમા પેઇડ FSIની રકમનો આંકડો 1000 કરોડને પાર કરી ગયો છે. સુરત મહાનગરપાલિકાની તળિયા ઝટક થયેલી તિજોરીને જાણે સંજીવની મળ્યું હોય તે પ્રકારની સ્થિતી ઉભી થઈ છે. ચાલુ વર્ષે 20થી 25 કરોડની આવક થવાની શક્યતા
ગત નાણાકીય વર્ષમાં મળેલ આવકથી 375 કરોડ વધુ છે. હજી નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં થોડા દિવસો બાકી છે. આ દરમિયાન પણ પેઇડ FSI પેટે વધુ 20-25 કરોડની આવક વધવાની શક્યતા છે. શહેરમાં કેપિટલ પ્રોજેક્ટો પાછળ થતાં જંગી ખર્ચને પહોંચી વળવા માટે મનપા માટે ચાલુ નાણાકીય વર્ષમાં પેઇડ FSIની આવક ખૂબ જ ઉપયોગી થઇ પડે તેમ છે. સુરત મહાનગરપાલિકાનો નિભાવ ખર્ચ તેમજ પ્રોજેક્ટ પાછળ જે ખર્ચો થઈ રહ્યો છે, તેના માટે આવક ખૂબ જ જરૂરી છે. અત્યારે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, સુરત મહાનગરપાલિકા પાસે FSI થકી આવક ઊભી કરવામાં આવી રહી છે.
http://dlvr.it/T4j2jw

Comments
Post a Comment