મતદાન જાગૃતિ કાર્યક્રમ:લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 આગામી તા. 7મી મે ના રોજ યોજનાર છે ત્યારે 26- વલસાડ બેટક ઉપર મતદારો વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા વિધાનસભા બેઠક વિસ્તારો પ્રમાણે રોજે રોજ મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજે શુક્રવારે વલસાડના બીઆરસી ભવન ખાતે વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના દરેક તાલુકાના 15-15 સિનિયર સિટિઝનોને આમંત્રિત કરી સ્વીપ નોડલ અધિકારી-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવો સંદેશ દરેક વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચે તે માટે મતદાર જાગૃત્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેનાર નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લાના 4,500 નિવૃત્ત કર્મચારીઓ સુધી મતદાનના મહત્વ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવશે.
http://dlvr.it/T4pJyp
http://dlvr.it/T4pJyp
Comments
Post a Comment