નવસારી જિલ્લા કક્ષાએ ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં હમણાં સુધીમાં 13 જેટલી ફરિયાદ આવી હતી. તે તમામનો નિકાલ કરી દીધાનું ચૂંટણી વિભાગે જણાવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર થતા જ સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા જિલ્લામાં વિવિધ ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી વગેરે ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયાના એક સપ્તાહમાં હોર્ડીંગ અને પોસ્ટર સંબંધીત ચૂંટણીલક્ષી 10 ફરીયાદો મળી હતી અને 6 ફરિયાદો ટોલ ફ્રી નંબર મારફત મળી. જેમાંથી તમામ 13 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતા અમલનાં ભાગ રૂપે નવસારી જિલ્લામાં પબ્લિક પ્રોપર્ટીમાંથી કુલ 2553 અને પબ્લિક પ્રોપર્ટીમાંથી 1037 પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી છે.
http://dlvr.it/T4YnV9
http://dlvr.it/T4YnV9
Comments
Post a Comment