જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન માલિક પાસે જમીન ખરીદી કરી હતી પણ દસ્તાવેજ કરવાનો રહી ગયો હોય તે સમયની જમીન ટુકડા તરીકે નોંધાયેલ જમીનના દસ્તાવેજ કરવો શક્ય ન હતો તેવું કારણ દર્શાવી નવસારીની કોર્ટમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે મૂળ જમીનના માલિકે દાવો કર્યો હતો. આ દાવામાં પડકારતા પ્રતિવાદીઓએ તેમના વકીલ તરીકે સીમા મિત્તલ અને એ.એમ.મિર્ઝા દ્વારા તેમની દસ્તાવેજ કરવાની માગને પડકાર કર્યો હતો. જેમાં કોર્ટે પ્રતિવાદીઓની દલીલને ધ્યાને લઇ તેમની દસ્તાવેજ માટેનો દાવો ફગાવી દીધો હતો. જલાલપોર તાલુકાના ખરસાડ ગામે વર્ષ 1964 માં જમીન વેચાણ કરી હતી પણ તે જમીન ઉપર નવા જમીન માલિકનો કબજો હતો. આ જમીનનો દસ્તાવેજ ન હોવાની દલીલ સાથે મૂળ જમીનના માલિકે દસ્તાવેજ માટેની અપીલ કોર્ટમાં કરી હતી. જેને નવસારી કોર્ટે વકીલ સીમા મિત્તલની દલીલને ધ્યાને લઇ ફગાવી દીધો હતો. એડવોકેટ સીમા મિત્તલે કોર્ટમાં દલીલ કરી હતી કે, જો આવા દાવા કોર્ટમાં એડમીટ કરવામાં આવશે તો ભારત દેશની તમામ અદાલતો આવા મનઘડિત વાર્તાના આધારે દાખલ કરવામાં આવતા દાવાઓથી ભરાઇ જશે અને કોર્ટનો સમય વ્યથિત થશે.
http://dlvr.it/T4WnGP
http://dlvr.it/T4WnGP
Comments
Post a Comment