Skip to main content

છેતરપિંડી:એલએન્ડટીના પૂર્વ ડે.જનરલ મેનેજરને શેરમાં કમાણીની લાલચ આપી 94 લાખની છેતરપિંડી

એલ એન્ડ ટી કંપનીના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં રોકાણ કરી બમણું વળતરની લાલચ આપી ભેજાબાજોએ 94 લાખ પડાવી લીધેલી રકમ અંગે છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ આંધ્ર પ્રદેશના અને શહેરના સન ફાર્મા રોડ પર રહેતા અને નોકરી કરતા રામક્રિષ્ના રાજીવ રોશાય બેડુદુરીએ નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે હું એલ એન્ડ ટી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ અંગત કારણોસર ત્રણ મહિનાથી નોકરી છોડી દીધી છે. મારા બેંક એકાઉન્ટ આન્દ્રપ્રદેશના છે. ગત તારીખ 16મી જાન્યુઆરી 24ના રોજ ઘરે હતો અને સોશિયલ મીડિયા ફેસબુક પર એક એડ જોઈ હતી. તે દરમિયાન એક એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી હતી. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરી પ્રોફિટ કમાઓ તેને લઇ મેં આ લિંક પર ક્લિક કરી એપ્લિકેશન મેળવી હતી. ઓનલાઇન ફોર્મ મોકલી આપ્યા બાદ મને અન્ય ગ્રુપમાં એડ કરવામાં આવ્યો અને એંજલ સિક્યુરિટી કસ્ટમર સર્વિસમાંથી છું અને રોકાણ કરી શકો છો. બાદમાં તેઓએ ફોર્મની પ્રોસેસ કરી નામાંકિત બેંકનું સિક્કા વાળું ફોર્મ ભરી બતાવતા આ મને વિશ્વાસ આવ્યો અને 50 હજાર સામે 50 હજારનું પ્રોફિટ બતાવતા વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ મને એપ્લિકેશનના માધ્યમથી મારું એકાઉન્ટ બનાવી મને આઈડી પાસવર્ડ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરવી રોકાણ કરવા કહ્યું હતું.આ ફેક અને ડમી એપ્લિકેશનમાં રોકાણ સામે અનેક ઘણું પ્રોફિટ દેખાતું હતું અને નામાંકિત કંપનીઓના શેર જોવા મળ્યા હતા. આ દરમિયાન જુદા જુદા સમયે ટુકડે ટુકડે કુલ રૂપિયા 94,18,000 ભર્યા હતા અને ત્યારબાદ લીંક દેખાતી ન હતી અને એપ્લિકેશનમાં પ્રોફિટ પેટે રૂપિયા 11,26,25,075 રૂપિયા બતાવતું હતું. બાદમાં નાણાંની જરૂર હોવાથી મેં વિડ્રો કરવા જતા હતા. તે દરમિયાન સંપર્ક કરતા ત્રણ ટકા લેખે 33 લાખ ભરો તો પૈસા ઉપડશે તેવું જણાવતા મારી સાથે મોટી રકમની છેતરપીંડી થઈ હોવાનું લાગતા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છ ઠગ ટોળકીએ જુદા જુદા ગ્રૂપમાં સભ્ય બનાવ્યો ઠગ ટોળકીએ બનાવેલા એક વોટ્સએપ ગ્રુપમાં એડ થયો હતો. આ ગ્રુપમાં 150થી વધુ મેમ્બરો હતા અને પ્રોફિટ કમાવા માંગતા હોવ તો એક ફોર્મ ભરી ઠગાઈ આચરનાર ભેજાબાજને પર્સનલ મોબાઈલ નંબર ઉપર મોકલવાનું હતું. જેમાં મેં મારા આધારભૂત ડોક્યુમેન્ટ અને 50 હજાર રોકાણ કરીશ તેવું ફોર્મ ભરી મોકલી આપ્યું હતું.બાદમાં અલગ ગ્રુપમાં સામેલ કરાયો હતો


http://dlvr.it/T4tj00

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6