દ્વારકા ક્રાઇમ ન્યૂઝ:રૂ.સવા સાત લાખની છેતરપિંડીમાં બાર વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો; લાંબા ગામે અકસ્માતે કૂવામાં પટકાયેલા શ્રમિકનું મૃત્યુ
બાર વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એક ખાનગી કંપનીમાં મોકલવામાં આવેલા રૂપિયા સવા સાત લાખની કિંમતના ફરનેસ ઓઇલને લઈ જઈ અને છેતરપિંડી આચરવા બદલ નોંધાયેલા ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા યુ.પી.ના એક શખ્સને ખંભાળિયા પોલીસે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એસ્સાર કંપનીમાં કામ કરતા એક કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્કર મારફતે મોકલવામાં આવેલા 15,490 ટન ફરનેસ ઓઇલ પૈકી રૂપિયા 7,23,282ની કિંમતનો 7980 ટન ફરનેસ ઓઇલનો જથ્થો ઓછો પહોંચાડતા આ અંગે તારીખ 4/11/2012ના રોજ બે શખ્સો સામે આઈપીસી કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં અગાઉ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં રહેતા અજયકુમાર કૈલાશનાથ યાદવ નામના શખ્સની તારીખ 25/6/2021ના રોજ અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આ પ્રકરણમાં અન્ય એક આરોપી ઉત્તરપ્રદેશ રાજ્યના જોનપુર જિલ્લાના નાવદા ખાતે રહેતા સંતોષ ઉર્ફે મોનુ ફતેબહાદુર યાદવ નામનો શખ્સ ફરાર થઈ જતા પોલીસને હાથ લાગ્યો ન હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના પી.આઈ. બી.જે સરવૈયા તથા તેમની ટીમ દ્વારા સર્વેલન્સ સ્ટાફને સાથે રાખીને વર્કઆઉટ બાદ 32 વર્ષીય ઉપરોક્ત શખ્સને વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. લાંબા ગામે અકસ્માતે કૂવામાં પટકાયેલા શ્રમિકનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હાલ રહેતા અને મુળ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના જેતરાણ તાલુકાના રહીશ રાધેશ્યામ જવાનરામ સોલંકી નામના 33 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે લાંબા ગામે એક આસામીની વાડીમાં આવેલા કૂવા કાંઠે કામ કરી રહ્યા હતા. ત્યારે આ કુવાના કાંઠે પડેલા દંગડા (બેલા) પથ્થર પર બેસવા જતા તેમનો હાથ લપસી જવાના કારણે તેઓ દંગડા (પથ્થર) સાથે કુવામાં ખાબક્યા હતા. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ જરૂબુરામ ચીસરીલાલ સોલંકી (ઉ.વ. 50, રહે. મૂળ જેતરાણ) એ કલ્યાણપુર પોલીસને કરી હતી. ભાણવડ પંથકમાં ત્રણ જુગારીઓ ઝડપાયા
ભાણવડ તાબેના આંબરડી ગામેથી પોલીસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા દિનેશ પુંજા સાદીયા, જેન્તી કાના સાદીયા અને ધર્મેન્દ્ર નારણ સાદીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોરીયાળી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ઓખા મંડળના મીઠાપુર તાબેના ગોરીયાળી ગામે રહેતા કરમણભા હરદાસભા માણેક નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 5800નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન આરોપી કરમણભા માણેક પોલીસને હાથ લાગ્યો ન હતો.
http://dlvr.it/T4n9Vf

Comments
Post a Comment