કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદમાં:લોકસભા ઉમેદવારો સાથે બેઠક કરશે, કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો મેળવશે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે
આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો પર જીત મેળવશે. રૂપાલા અંગે પણ નિવેદન આપતા કહ્યું છે કે, રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે
મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે. ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઇ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે. બાકીના ઉમેદવાર બે દિવસમાં જાહેર થશે
કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડીનેટર અને નેતાઓ સાથે આજે બેઠક છે. ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ બેઠક પર જીત મેળવશે. માત્ર ગુજરાતમાં જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધના વંટોળ છે. નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. ગુજરાતમાંથી થનારુ પરિવર્તન આખા દેશ સામે આવશે. અમે સમય પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે બાકીના બે દિવસમાં જાહેર થશે. 'આ દુર્ભાગ્યપૂર્ણ બાબત'
પરસોત્તમ રૂપાલા અંગે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે પરસોત્તમ રૂપાલાનું બેજવાબદાર નિવેદન મહત્વપૂર્ણ જગ્યા પર છે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જ જવાબ આપશે.
http://dlvr.it/T4qVvr

Comments
Post a Comment