Skip to main content

વેગેનાર ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત:કડીના વડસ્મા કરજીસણ રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત; બાઈક પર સવાર મિત્રને ઇજા

કડી તાલુકાના ચાંદરાડા ગામનો યુવક તેમજ તેનો મિત્ર બાઈક લઈને મામાના ઘરે મેઉ ગામે જઈ રહ્યા હતા. યુવક તેમજ તેનો મિત્ર બાઈક લઈને કડી તાલુકાના કરજીશણ વડસ્મા રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીચાલકે બંને યુવકોને ધડાકાભેર ટક્કર મારતા બંને યુવકો રોડ ઉપર પછડાયા હતા. જ્યાં એક યુવકનું કરુણ મોત થયું હતું. જ્યારે એક યુવકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કડી તાલુકાના ચાંદરડા ગામના અશ્વિન વિષ્ણુજી ઠાકોર (ઉંમર વર્ષ 21) પોતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમજ તેના પિતા વિષ્ણુજી ઠાકોર છૂટક કામ ધંધો કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. જ્યારે આજે રવિવાર હોવાથી અશ્વિન ઠાકોર તેમજ તેના ગામનો મિત્ર જૈમીન ઠાકોર બાઈક લઈને અશ્વિનના મામા મેઉ ગામે રહેતા હોય તેમને મળવા માટે ઘરેથી નીકળ્યા હતા. અશ્વિન તેના મામાના ઘરે જઈ રહ્યો હતો અને તેના મિત્રને સાથે લઈને જઈ રહ્યો હતો. જ્યારે બંને મિત્રો બાઈક લઈને કડીના વડસ્મા કરજીસણ રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીએ બાઈક લઈને જઈ રહેલા બંને યુવકોની ધડાકાભેર ટક્કર મારી હતી. ચાંદરડા ગામના અશ્વિન ઠાકોર અને જૈમીન ઠાકોર અશ્વિનના મામા મેઉ ગામે રહેતા હોય અને આજે રવિવારની રજા હોવાથી બાઈક નંબર GJ.02EE.3309 લઇને મામાના ઘરે મળવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન કડીના વડસ્મા અને કરજીસણ રોડ પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીએ તેઓને ટક્કર મારતા બંને મિત્રો રોડ ઉપર બાઈક સાથે પટકાયા હતા. જ્યાં અશ્વિન ઠાકોરનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું તેમજ જૈમીન ઠાકોરને ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને લઈ લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા તેમજ પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. યુવકનું કરુણ મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાને લઇ નંદાસણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને વેગેનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


http://dlvr.it/T4tGCq

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6