Skip to main content

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ:સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સંમેલન યોજાયું, બુથ લેવલના કાર્યકરોને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન

સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાયું હતું. જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું આગમન થયું હતું. જેમાં બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે સંમેલનનો કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજય કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જયંતિ કવડિયા, ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે સુરેન્દ્રનગર ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રવાસ સંમેલનમાં સાત વિધાનસભાના આગેવાનો તેમજ બુથ લેવલના કાર્યકરોને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાતા કાર્યકર્તાઓમાં નવા જોશનું વાતાવરણ જોવા મળ્યું હતું.


http://dlvr.it/T4mtqY

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6