બે અકસ્માતમાં બેના મોત:મોરબીના સોખડા નજીક ટ્રેલરે આધેડને અડફેટે લેતા મોત, વાંકાનેરમાં જમવાનું પાર્સલ લેવા જતા યુવકને અધવ્ચ્ચે કાળ ભરખી ગયો
મોરબીના સોખડા ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં આધેડને ટ્રેઇલર ચાલકે બાઈક સહીત ઠોકર મારી હતી, જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું. તો વાંકાનેરમાં રહેતા મિત્રો જમવાનું પાર્સલ લેવા માટે એકટીવા લઈને જતા હોય ત્યારે ડબલ સવારી એકટીવાને ટ્રેક્ટર સાથે ટક્કર થઇ હતી. જે અકસ્માતમાં એકટીવા ચાલક યુવાનનું મોત થયું હતું, તો એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબીના વાવડી રોડ પર શિવમ પાર્કમાં રહેતા નવીનભાઈ વાણીયા વાળાએ આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈ મેહુલભાઈ બાઈક લઈને સોખડા ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રકના ચાલકે ઠોકર મારતા ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને આધેડને મૃત જાહેર કર્યા હતા. તેમજ આકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો.મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. ટંકારાના ટોળ ગામે રહેતા સોહિલ બાદી નામના યુવાને ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રીના નર્સરી ચોકડી પાસે યુવાન મજુરી કામ પર ગયો હતો અને રાત્રીના જમવાનું પાર્સલ લેવા ફરિયાદી સોહિલ અને તેની સાથે કામ કરતો મિત્ર ગુરુપ્રસાદ બિંદાણી બંને જમવાનું પાર્સલ લેવા એકટીવા લઈને જતા હતા વઘાસીયા ટોલનાકા પાસે રોડ ચડતા હોય ત્યારે ટ્રેક્ટર પુરઝડપે આવી એકટીવાને ટક્કર મારતા બંને મિત્રો નીચે પડી ગયા હતા.જે અકસ્માતમાં સોહિલ અને ગુરુપ્રસાદને ઈજા પહોંચી હતી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગુરુપ્રસાદને ગંભીર ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર દરમીયાન મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
http://dlvr.it/T4WGDx
http://dlvr.it/T4WGDx
Comments
Post a Comment