Skip to main content

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કેનેડા-લંડનના 2 સૂત્રધારોએ દેશની 11 યુનિવર્સિટી-બોર્ડની 60 નકલી માર્કશીટ બનાવી, એક માર્કશીટના 1.20 લાખ લેતા હતા

દેશના અલગ અલગ રાજ્યોની યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી મામલે ઉત્રાણ પોલીસે ધુવિન કોઠીયા, વિશાલ તેજાણી અને સંજય ગેલાણીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી જેમાં અત્યાર સુધીમાં 60 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આ ટોળકી પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 1.20 લાખથી લઈ 1.40 લાખની રકમ યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી માટે લેતા હતા. ધોરણ 12ની ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ માટે એક વિદ્યાર્થી પાસેથી 70થી 80 હજારની રકમ લેતા હતા. ટૂંકમાં આ ટોળકીએ નકલી સર્ટિફિકેટોથી 75 લાખની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો એક કરોડની ઉપર જાય તેમ છે. કેમ કે આરોપીના લેપટોપમાં હજુ ઘણી વિગતો મળી રહી છે, જેની પોલીસ તપાસ હાલમાં ચાલી રહી છે. કેનેડામાં બેસીને નકલી સર્ટિફિકેટોનું રેકેટ ચલાવનાર સૂત્રધાર નિલકંઠ નરશી દેવાણીનો ભાઈ ડીજીવીસીએલ-ગ્રામ્યમાં નોકરી કરે છે. ઉત્રાણ પોલીસ નિલકંઠના ભાઈના ઘરે યોગીચોક તપાસ માટે ગઈ હતી, જ્યાં તાળું હતું. પાડોશીએ પોલીસને કહ્યું કે તે નોકરીએ ગયો છે. નિલકંઠના ભાઈની તપાસ કરાય તો ઘણી હકીકતો મળી શકે તેમ છે. નિલકંઠની પત્ની પહેલાં કેનેડા ગઈ બાદમાં તે ગયો હતો. હાલમાં પણ નિલકંઠ કેનેડામાં બેસી સુરતના પન્ટરો દ્વારા નકલી ડિગ્રી-માર્કશીટનું રેકેટ ચલાવી રહ્યો છે. માંગો તેવી નકલી માર્કશીટ અસલી જેવી બનાવી દેતા, રજિસ્ટ્રારનો એક જ જવાબ - ‘ડેટા મેચ થતો નથી’
ઉત્રાણ પોલીસને તપાસ દરમિયાન ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, એમએસ યુનિવર્સિટી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, અમરાવતી યુનિવર્સિટી અને પૂર્વાંચલ યુનિવર્સિટીની નકલી માર્કશીટ મળી હતી, પરંતુ અસલી જેવી જ લાગતી હોવાથી નકલી કહેવું મુશ્કેલ હોવાથી પોલીસે બોર્ડ અને તમામ યુનિવર્સિટીને ખરાઈ માટે ઇ-મેઇલથી મોકલી હતી. દરેક યુનિવર્સિટી અને ગુજરાત બોર્ડ તથા મહારાષ્ટ્ર બોર્ડે પણ જવાબ આવ્યો હતો કે આ માર્કશિટ બનાવટી છે અને અમારા રેકર્ડ સાથે મેચ થતી નથી. મોટા વરાછાના બે એજન્ટનાં ઘરે તપાસ, બંને રફૂચક્કર થઈ ગયા
નકલી ડિગ્રી અને માર્કશીટ મામલે સુરતના વધુ બે એજન્ટોના નામો સામે આવ્યા છે. આ એજન્ટોને પોલીસની ગંધ આવી જતાં બે દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયા હતા. બન્ને એજન્ટો મોટા વરાછામાં રહે છે. પોલીસે તેમના ઘરે તપાસ કરી તો બન્ને બહારગામ ગયા હોવાનું પરિવારે જણાવ્યું છે. પોલીસે બન્નેને પકડવા માટે બહારગામ પણ ટીમો મોકલી છે. જો આ બંને આરોપીઓ હાથમાં આવે તો આ દેશવ્યાપી રેકેટમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે એમ છે, એવું પોલીસનું કહેવું છે. ઘણા યુવકો વિદેશમાં નોકરી પણ કરે છે
યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રીમાં સૌથી વધારે નકલી ડિગ્રી ડિપ્લોમા ઈન કમ્પ્યુટર સાયન્સ, બીબીએ અને બીટેકની બનાવી હતી. કેમ કે આ ડિગ્રીની કેનેડા-યુ.કે માં સૌથી વધુ માંગ છે અને જોબ પણ આસાનીથી મળી જાય છે. કેટલાક તો ફેમિલી સાથે કેનેડા-યુ.કે માં સ્થાયી થઈ લાખોનો પગાર લઈ રહ્યા છે.


http://dlvr.it/T4v5rw

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n