Skip to main content

તપાસ આદરી:મંદિર, ટેઈલર, દુકાનમાં ચોરી: 82 હજારનો હાથફેરો

જુનાગઢ શહેરમાં એક જ રાતમાં મંદિર, ટેઈલર અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક દુકાનમાં ચોરીની કોશિષ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ખલીલપુર રોડ પર સુભાષનગરમાં આવેલો શુભેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારની વહેલી સવારે તસ્કરો ખાબક્યા હતા. અને મંદિરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવાલમાં ફિટ કરેલ દાન પેટી તોડી એમાંથી રૂપિયા 50,000ની રોકડ રકમનો હાથફેરો કર્યો હતો. સવારે 5 વાગ્યે મંદિરના મહંત પ્રભાતભાઈ છગનભાઈ ભારથી સેવા પૂજા કરવા ગયા હતા ત્યારે મંદિરમાં ચોરી થયાની જાણ થઈ હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા જોતા તેમાં 2 અજાણ્યા ઇસમ ચોરી કરતા માલુમ પડ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસે મહંતની ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ખલીલપુર રોડ વિસ્તારના શિવ મંદિરની સાથે સાથે શનિવારની વહેલી સવારે શહેરના માંગનાથ રોડ વિસ્તારમાં આવેલ અમિત વિસનદાસ ગલાણીની ફેમે સિલેક્શન નામની દુકાનના તાળા તોડી રોકડ રકમ, ચાંદીના સિક્કા, ડીવીઆર મળી કુલ રૂા.15 હજારના મુદ્દામાલની ચોરી ગયા હતા આજ પ્રમાણે એચ. એન. બ્રધર્શ ટેઇલરમાંથી રૂપિયા 17 હજારની રોકડનો હાથફેરો થયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની જાણ થતાં એ ડિવિઝનના પીઆઈ વી. જે. સાવજે સ્ટાફ સાથે દોડી જઈને તપાસ શરૂ કરી હતી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પાન બીડીની દુકાનમાંથી પણ ચોરીનો પ્રયાસ થયો હતો. આમ એક જ રાતમાં તસ્કરો મંદિર, ટેઈલર, 1 દુકાનમાંથી રૂપિયા 82 હજારના મુદ્દામાલ ચોરી કરી હતી. સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા એલસીબી, એસઓજી દ્વારા તપાસ જૂનાગઢ શહેરમાં થયેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા અને તસ્કરોને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી, એ તથા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. સીસીટીવી ફૂટેજ મુજબ દરેક ચોરીમાં 3 શખ્સની સંડોવણી સામે આવી છે. > હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી


http://dlvr.it/T4rstT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6