Skip to main content

કોર્ટનો ચુકાદો:બળાત્કાર કેસના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા આપતી કોર્ટ

ગાંધીધામમાં બદકામના ઈરાદે ફરિયાદીની સગીર વયની દિકરીને ભગાડી જઈને બલાત્કાર ગુજારવના કેસમાં કોર્ટ મુખ્ય આરોપીને દસ અને મદદકર્તાને સાત વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ કેસની હકીકત એવી છે કે ભોગબનનારના પિતા દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો કે આરોપી મોહમ્મદ શારરુખ મોહમદ જગનમિયા બડાઈ (રહે. ગાંધીધામ) એ ફરિયાદીની 17 વર્ષ અને 2 માસની દિકરીને બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને ફરિયાદીના કાયદેસરના વાલીપણાથી આરોપીએ અપહરણ કરીને ભોગબનનાર સાથે શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. તો બીજા બે આરોપી રન્જીતકુમાર શ્રીકાશી ઠાકુર અને આરોપી લકી ઉર્ફે પ્રકાશ શ્રીશત્રુઘન ઠાકુરએ તેમને ભગાડવામાં મદદગારી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા હોવાથી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને આ કેસ બીજા એડિસનલ જજની કોર્ટમાં ચાલી જતા આરોપી લકી ઉર્ફે પ્રકાશ મરણ ગયેલ હોવાથી અબેટ કર કેસમાં 15 સાહેદોની તપાસ, 29 દસ્તાવેજી આધારો રજુ કરાયા હતા. જેનું કોર્ટે મુલ્યાંકન કરીને સરકાર તરફે વકીલ મહેંદ્રસિંહ આર. જાડેજા અને મુળ ફરિયાદીના વકીલ હેતલકુમાર એચ. સોનપાર, પ્રકાશ એન. દેવરીયા તથા સદામહુસેન બી. લાડકે ધારદાર દલીલને ધ્યાને લઈને આરોપી મોહમ્મદ સારુખ બડાઈ સામે તકસીરવાર ઠેરવી અલગ અલગ કલમો તળે દસ વર્ષની સખત કેદની સજા અને 7 હજારનો દંડ તેમજ બીજા આરોપી રન્જીતકુમાર ઠાકુરને 7 વર્ષની સખત કેદની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ વસુલ થયાથી 26 હજાર અને ભોગબનનારને વળતર તરીએ ચુકવી આપવા અને વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ અનવે બે લાખ વળતર પેટે ચુકવવા ભલામણ કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.


http://dlvr.it/T4psy0

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp