ગેરકાયદેસર પ્રવૃતિ સામે લાલ આંખ:ચૂંટણી પૂર્વે ટંકારા-વાંકાનેરમાંથી ગેરકાયદે હથિયાર સાથે ત્રણ ઈસમો ઝડપાયા
લોકસભા ચૂંટણી નજીક છે જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ટીમો કામગીરીમાં લાગી ગઈ છે. ગેરકાયદે હથિયાર રાખતા ઇસમોને ઝડપી લેવા એસઓજી અને એલસીબી ટીમ કાર્યરત છે. જેમાં આજે ટંકારામાંથી એક અને વાંકાનેરમાંથી 2 મળીને કુલ 3 ઇસમોને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ ચૂંટણીને પગલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટંકારાની ખીજડીયા ચોકડી સમા હોટેલ પાસે આરોપી રજાક ઉર્ફે કલો મકવાણા ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની પિસ્તોલ સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી આરોપી રજાક મકવાણાને ઝડપી લઈને દેશી હાથ બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ 01 કિંમત રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં હથિયારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. બીજી રેડમાં મોરબી એસઓજી ટીમ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ગેરકાયદે હથિયાર રાખતા ઇસ્મોને ઝડપી લેવા ખાસ ઝુંબેશ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર ઇટાલીકા કારખાના પાસે એક ઇસમ ગેરકાયદે હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી આરોપી સમીર કાતીયાર વાળાને ઝડપી લીધો હતો. જે આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ 01 કિંમત રૂ. 10 હજાર કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રીજી રેડમાં મોરબી એલસીબી ટીમ લોકસભા ચૂંટણીને પગલે હથિયારના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકાનેર તાલુકાના ભલગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર આરોપી નેકમામદ ભટ્ટી નામનો ઇસમ દેશી કટ્ટા સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં ભલગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી નેકમામદ ભટ્ટી વાળો મળી આવતા આરોપીને ઝડપી લઈને દેશી હાથ બનાવટનો લોખંડનો કટ્ટો નંગ 01 કિંમત રૂ. 5 હજારનો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હથિયારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.
http://dlvr.it/T4fMRL
http://dlvr.it/T4fMRL
Comments
Post a Comment