Skip to main content

Posts

સ્વચ્છતા હી સેવા:સુરતની SPB ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સના NSS સ્વયંસેવકોએ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત ખાતે "સ્વચ્છતા હી સેવા" અંતગર્ત તારીખ 20, સપ્ટેમ્બર 2024ના રોજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્ય ડો. આશિષ પંડ્યા અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો. ફરીદા રૂસી માંડવીવાલા અને ડો. પ્રતિક પસ્તાગીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એનએસએસ (NSS)ના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓએ દ્વારા કોલેજ કેમ્પસમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ જોડાયા હતા. ત્યારબાદ સ્વચ્છતા જાળવવા અંગેના શપથ એનએસએસ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ દ્વારા આવી હતી. http://dlvr.it/TDVpKD

ભાદરવાનો તાપ:ગાંધીધામ 36.5 ડિગ્રીએ સર્વાધિક ગરમ

કચ્છમાંથી ચોમાસુ વિદાયભણી છે તેવામાં ભાદરવો મહિનો અસલી મિજાજ દર્શાવતો હોય તેમ ફરી ગરમીની આણ વર્તાઇ રહી છે. શુક્રવારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં સર્વાધિક ગરમ મથક બન્યું હતું તો બીજા ક્રમે ભુજમાં પારો 36.4 ડિગ્રી રહ્યો હતો. ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અનુભવાઇ રહી છે. કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 36.5 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર સહિતનો વિસ્તાર રાજ્યમાં સૌથી ગરમ બન્યો હતો. અહીં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે નલિયા ખાતે ...

બૂલેટ ટ્રેનનું કામ બૂલેટ ગતિએ:વડોદરા અને વાપી ખાતે 1000 સ્પાન બોક્સ ગર્ડર્સનું કાસ્ટિંગ પુર્ણ, ગુજરાતમાં કુલ 352 કિમી અંતર; અન્ય કામગીરી કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન અંગેની કામગીરી પુર જોશમાં જોવા મળી રહી છે. આ કામગીરીમ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટ બાંધકામ માટે ગુજરાતના વડોદરા અને વાપી ખાતે આવેલા બે કાસ્ટિંગ યાર્ડમાં 1000 સ્પાન બોક્સ ગર્ડર્સ (દરેક કાસ્ટિંગ યાર્ડ)નું કાસ્ટિંગ સંપૂર્ણ પણે પૂર્ણ કરવામાં આવ્યું છે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત અને DNHનું ફૂલ અંતર 352 કિમીનું છે. જે હાલમાં 290 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ ફુલ સ્પાન લોંચિંગ (FSLM) દ્વારા કરવામાં આવશે અને બાકીની ગોઠવણી મુખ્યત્વે સેગમેન્ટલ લોન્ચિંગ સાથે 17 સ્ટીલ બ્રિજ, 8 સ્ટેશન, 350 મીટર ટનલ અને અન્ય સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા કરવામાં આવશે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સંપૂર્ણ ગર્ડર સામાન્ય રીતે 40 મીટર લાંબા અને 970 મેટ્રિક ટન વજનના હોય છે. ગુજરાત અને DNHમાં ફુલ સ્પાન લોન્ચિંગ ગર્ડર્સની વિગતોમાં કુલ સ્પાન ગર્ડર્સની સંખ્યા 7277 કે 290 કિલોમીટરનો વિસ્તાર છે. આ સાથે FSLM ગર્ડર કાસ્ટની સંખ્યા 5169 જેનો ફૂલ વિસ્તાર 207 કિલોમીટરનો છે. વાયડક્ટ બાંધવા શરૃ કરાયેલા FSLM ગર્ડરની સંખ્યા 4651 જેની...

રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરી:નર્મદા જિલ્લામાં રાજમાર્ગો ઉપર બ્લેક સ્પોટ ઘટતાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં સતત ઘટાડો નોંધાયો

માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળ્યા છે. ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઉભા કરાયેલા સ્પીડ બ્રેકર-સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવમૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન વ્યવહાર અધિકારી નિમિષાબેન પંચાલ જણાવ્યું કે, જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની વાત કરીએ તો વર્ષ- 2021માં કુલ 98, વર્ષ- 2022માં કુલ- 91 અને વર્ષ- 2023 દરમિયાન કુલ- 85 વ્યક્તિઓનાં મોત થયા હતા, જે ઘણી જ દુ:ખદ બાબત છે. પરંતુ જિલ્લામાં રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી માર્ગ અકસ્માતોના નિવારણ સાથે બ્લેક સ્પોટને દૂર કરવામાં પણ સહાયતા સાંપડી છે. વર્ષ- 2021ની સરખામણીએ વર્ષ- 2023માં માર્ગ અકસ્માતમાં 13.26 ટકાનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આવનારા વર્ષોમાં આવા અક્સ્માતમાં સતત ઘટાડો થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો સતત પ્રયત્નશીલ છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘડાટવા માટે જિલ્લા ટ્રાફિક અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વ...

સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે:MSUના 500 યુવાનો-યુવતીઓએ NCC સિલેક્સન કેમ્પમાં ભાગ લીધો, તમામ ખર્ચ ડિફેન્સ દ્વારા ઉઠાવાશે

આજરોજ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 450 ઉપરાંત યુવાનો અને યુવતીઓએ એનસીસી દ્વારા આયોજિત સિલેક્શન કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં સિલેક્ટ થનાર યુવાનો અને યુવતીઓ 3 ગુજરાત કેડેટ તરીકે ઓળખાય છે. સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે કર્નલ દેવેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, NCCમાં એ, બી અને સી એમ ત્રણ કેટેગરી હોય છે. કેટેગરી મુજબ સિલેક્ટ થયેલા યુવાનો અને યુવતીઓને તાલીમ આર્મી જવાનો દ્વારા આપવામાં આવે છે. આજે આર્મી વિંગમાં સિલેક્ટ થવા માટેના કેમ્પનું ફતેગંજ એનસીસી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એમ. એસ. યુનિવર્સિટીના 300 ઉપરાંત યુવાનો-યુવતીઓએ ભાગ લીધો છે. જેઓની જનરલનોલેજની લેખિત, મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત શારીરિક પરિક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ યુવાનને સિલેક્ટ કરવામાં આવશે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉઠાવાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 3 ગુજરાત બટાલિયન માટે 3 વર્ષનો કોર્સ હોય છે. ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ થયા બાદ C સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનસીસીના C સર્ટિફિકેટ બાદ કેડરને પોલીસ, આર્મી ઓફિસર, રિઝર્વ તેમજ કોર્પોરેટ કંપનીઓમાં પ્રધાન્ય મ...

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

માથાભારે ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ:સુરત જિલ્લાના શ્રીરામ સેનાના પૂર્વ મહામંત્રી અને તેના ભાઈઓની બારડોલીમાં મહિલા સાથે દબંગાઈ; ત્રણેય ફરાર

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક ત્રણ ભાઈઓએ ટોળે મળી બાઇક સવાર મહિલા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. બારડોલીની શ્રી રામ સેના સંગઠનના પૂર્વ જિલ્લા મહામંત્રી કૃણાલ પારેખ, તેનો ભાઈ પિંકેશ પારેખ અને ક્રિષ્ના પારેખે દબંગાઈ કરી હતી. બારડોલીમાં રહેતી મહિલા પોતાની દીકરીને ટ્યુશન કલાસમાંથી મોપેડ ઉપર લેવા માટે ગઈ હતી. મહિલા સ્વામીનારાયણ હેડગેવાર ચોક નજીકથી દીકરી સાથે મોપેડ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન અન્ય એક મોપેડ ઉપર આવેલ પિંકેશ પારેખ નામના યુવાને મહિલાને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. ગભરાયેલી મહિલાએ મોપેડ રોડની સાઈડ ઉપર ઉભી કરી પિંકેશને અપશબ્દો આપવાનું ના કહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર તેનો નાનો ભાઈ અને શ્રી રામ સેનાના નામે નગરમાં દમદાટી મારતો કૃણાલ પારેખે પણ મહિલાની ગરીમાં જાળવવાને બદલે જાહેર માર્ગ પર અણછાજતું વર્તન કર્યું હતું. અને કુણાલનો ભાઈ ક્રિષ્ના પારેખ એમ ત્રણે ભાઈઓની ત્રિપુટીએ મહિલાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. લોકટોળા વચ્ચે ગભરાયેલી મહિલાએ નજીકમાં હાજર પોતાના પતિના પરિચિત યુવાનને બોલાવતા લૂખા તત્વોની ત્રિપુટીઓએ યુવાનને ધક્કો મારી ફેંકી દીધો હતો. મહિ...

કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી:રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટીપ્પણી મામલે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ટીપ્પણી કરનારા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

આજે નવસારી જિલ્લા કોંગ્રેસની મહિલા ટીમ દ્વારા કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસના રાહુલ ગાંધી સામે થયેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી છે. ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે, જો તેઓ ‘સાવધાન નહીં રહે', તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના શિંદેના MLA સંજય ગાયકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યાં હતા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા હતા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ ચૂંટણી દરમિયાન શાંતિભંગ કરવા માટે કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્ય...

એજ્યુકેશન:શ્રી જે. ડી. ગાબાણી કોલેજમાં વિદ્યાર્થિનીઓ માટે ઇન્ડોર ગેમ ચેસ સ્પર્ધાનું આયોજન

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે. ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ કોલેજ ઓફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં વિદ્યાર્થીઓમાં ઇન્ડોર ગેમ પ્રત્યે રુચિ વધે તેમજ માનસિક વિકાસ હેતુથી ચેસ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. 19-09-2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિજેતા તરીકે એફ. વાય. બી.કોમની વિદ્યાર્થિની લાઠીયા ધાર્મી અને રનર અપ તરીકે એસ. વાય. બી.કોમની વિદ્યાર્થીની લાડુમોર મનીષા જાહેર કરવામાં આવેલ હતા. સમગ્ર ચેસ સ્પર્ધાનું સંચાલન પ્રા. રસિકભાઈ કાથરોટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધાના મૂલ્યાંકન માટે જજ તરીકે પ્રા. રાજદીપભાઈ અકબરી હાજર રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ગોવિંદભાઈ ધીનૈયાએ તમામ સ્પર્ધક વિદ્યાર્થિનીઓને તેમજ વિજેતા વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી હતી. http://dlvr.it/TDQcRB

સોશિયલ વેલફેર:સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે શરબત તથા બિસ્કીટ વિતરણ કેમ્પ યોજાયો

સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન) નિમિતે રાહદારીઓ તથા શ્રદ્ધાળુઓ માટે સરથાણા નેચર પાર્ક સ્થિત શહીદ સ્મારક ખાતે જાહેર શરબત વિતરણ કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધારે લોકોએ શરબતનો લાભ લીધો હતો. સોશિયલ આર્મી ગ્રુપ આત્મિય ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોગલ જ્વેલર્સમાંથી નટુભાઈ ધામેલિયા અને એમની ટીમ ઉધમ ઈન્ડિયા શરબતમાંથી પરેશભાઈ ખેનીનો સહયોગ રહ્યો હતો સાથે લેફ્ટેનન્ટ હોમગાર્ડના ચીફ પ્રફુલભાઈ શિરોયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવકોનો ઉત્સાહ વધાર્યો હતો. http://dlvr.it/TDQHfR

સ્પર્ધા:VHP- બજરંગ દળ અને રમઝટ થનગનાટ ગરબા ગ્રુપે ગણેશ મંડળ માટે સ્પર્ધા યોજી

ભાસ્કર ન્યૂઝ | પારડી પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું યોજવામાં આવી હતી. જેમાં શ્રીગણેશજીની પ્રતિમા,મંડપ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી લેવાયા હતા. આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્રો મંડળોને મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો.આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહાર ની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું. આ સ્પર્ધામાં કુલ 42 મંડળોએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલ બેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી દ્વારા 5 મંડળોનેં ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ (બદ્રીનાથ મંદિર),દ્વિતિય ક્રમાંકે બાલાખાડી ગણેશ મંડળ, ત્રિત્ય ક્રમાંક કહારવાડ ગણેશ મંડળ (મા વૈષ્ણવ દેવી), ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ (અયોધ્યા) અને પાંચમાં ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ (સુલતાન ફળીયા) અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચીવલ રોડ જકાતનાકા (વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભાર)...

ભાદરવી પૂનમે માતાજીના દર્શન:ખેડબ્રહ્મા નાના અંબાજીમાં લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાંસદે માતાજીના દર્શન કર્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદે માતાજીના દર્શન કર્યા હતા. ભાદરવી પુનમને બુધવારે સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલે અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ ભક્તોની ભીડ વચ્ચે ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં કમળ પર સવાર માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ, કલેક્ટર રતનકંવર ગઢવીચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. જ્યાં એક ખાનગી હોટલમાં ભોજન લીધા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. http://dlvr.it/TDPNgz

તૈયારીઓ:સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા

હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક - સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત મળતું માર્ગદર્શન.સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા હતા તેમજ પૂ. મોરારિબાપુને રૂબરૂ મળીને વૈશ્વિક રામકથા આયોજનની તૈયારીઓ અંગે વિદિત કરાયા હતા. આ અંગે હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીએ સમગ્ર આયોજનની રૂપરેખા જાણી ખુબ આનંદની અભિવ્યક્તિ કરી હતી તેમજ પર્યાવરણની અને વડીલોની સેવા અંગે પુનીત માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંતમાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુને રૂબરૂ મળી વૈશ્વિક રામકથાનાં આયોજનની માઈક્રો ડીટેલ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે આપી હતી. અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક રામકથામાં સમગ્ર ભારતભરના પૂ. સાધુ સંતો, મહંતો, ધર્મ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહે તે દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ સંદર્ભે સૌ ને દેશભરમાં...

શોભાયાત્રાનું ભવ્ય આયોજન:હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા ભગવાનની શોભાયાત્રા યોજાઈ; મોટી સંખ્યામાં લોકો જોડાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી. સાથે આર્યિકા માતાજી, સમાજના ભાઈઓ-બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરૂ થયા હતા અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુક્કડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલી શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરૂ થઇ હતી. જેમાં આર્યિકા માતાજી સમાજના ભાઈઓ-બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા. જે શોભાયાત્રા ટાવર થઈને દેસાઈવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રભુ ભગવાનના દેરાસરે પહોંચી હતી. જ્યાંથી પરત શોભાયાત્રા ટાવર થઈને નમસ્તે સર્કલ થઈને મહાવીરનગરમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિરે પહોંચી પૂર્ણ થઇ હતી. http://dlvr.it/TDNH4K

ગણેશમહોત્સવની પૂર્ણાહુતિ:નવસારીના વિરાવળ ઓવારે આજે સવારે 6 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી, વહિવટી તંત્ર સહિત પોલીસ વિભાગ ખડેપગે રહ્યું

નવસારી જિલ્લામાં આ વર્ષે ગણેશ વિસર્જન આજે સવારે છ વાગ્યા સુધી ચાલ્યું હતું. ગણેશ સંગઠન વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ દ્વારા સતત 24 કલાક ખડે પગે વ્યવસ્થામાં રહેતા સફળ અને શાંતિ પૂર્વક ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી શહેરના આજુબાજુમાં આવેલા ઓવારાઓ ઉપર થયેલા ગણેશ વિસર્જનના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી વિરાવળ ઓવારા નાની મૂર્તિ 2790, મોટી મૂર્તિ 340, જલાલપોર ઓવારે નાની મૂર્તિ 485, મોટી મૂર્તિ, 61 ધારાગીરી નાની મૂર્તિ 820, મોટી મૂર્તિ 190 અને દાંડી મળી કુલ 5000થી વધુ મૂર્તિ વિસર્જિત થઈ હતી. વિજલપોર શહેરમાં ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાથી પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોએ મોટાભાગની મૂર્તિઓ વિરાવળ ઓવરે આવીને વિસર્જિત કરી હતી. નવસારી શહેરના કેટલાક ગણેશ મંડળો છેલ્લે વિસર્જિત થાય તેવું વિચારીને ગણપતિ પ્રતિમાને APMC થી ઓવારા વચ્ચે મૂકી હતી, જેની જાણ પોલીસને થતા તાત્કાલિક મંડળોને પુશઅપ કરી ઓવારા સુધી પહોંચાડ્યા હતા, જેમાં દશેરા ટેકરીમાં આવેલા કરંટ વાળા ગણપતિ મંડળ સાથે પોલીસની થોડા સમય માટે રકજક પણ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ મામલો થાળે પડ્યો હતો. ગણેશ પ્રતિમાને મં...

દિવાળીમાં લોકો થશે હેરાન:તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડથી લોકો ત્રસ્ત બન્યા

જૂનાગઢ શહેરના તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે. આગામી દિવસોમાં નોરતા,દિવાળીનો તહેવાર આવતો હોય તે પહેલા બન્ને તરફ રોડ ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇને તળાવ દરવાજા તરફના રસ્તાને વન - વે કરી દેવાયો છે. જોકે, એક વર્ષના બદલે દોઢેક વર્ષ વિતી ગયા પછી પણ બ્યુટિફિકેશનનું કામ હજુ પુરૂં થયું નથી. જેને કારણે આ રોડને વન-વે જ રાખી દેવાતા લોકોની હાલાકી વધી છે. ખાસ કરીને આગામી દિવસોમાં નોરતા અને દિવાળી જેવા તહેવારો આવવાના હોય તે પહેલા આ રોડને વન-વેથી મુક્તિ મળે તે જરૂરી છે. એક તો સાંકડો રસ્તો અને તેમાં વન - વે કરી દેવાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રોડને હવે બન્ને તરફ ચાલુ કરવાની લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે. રેલવે ફાટકના લીધે ટ્રાફીક જામ થાય છે તળાવ દરવાજાના છેલ્લા દોઢ વર્ષથી વન- વે રોડથી લોકો પરેશાન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને તરફ ચાલુ કરવા અતિ જરૂરી છે. એક તરફ રેલવેના ફાટકને હિસાબે ટ્રાફિકજામ થાય છે ત...

ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ:ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મૃત્યુ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જુંનેર ગામે પાણીમાં ડૂબી જવાથી એક 65 વર્ષિય આધેડ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. સુબીર તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા 65 વર્ષિય આધેડ નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજેના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગેની કામગીરી પૂર્ણ કરી મૃત્યુ પામનારા બુઝુર્ગની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સુબીર સ્થિત સી.એચ.સી.ખાતે મોકલવામાં આવી છે. http://dlvr.it/TDM4St

જુગારધામમાં પોલીસની રેડ:ખંભાળિયા નજીક નાના આસોટા ગામે જાતર (મેળા)માં જામેલી જુદી જુદી છ ફિલ્ડ પર પોલીસ ત્રાટકી; 22 જુગારીઓ ઝબ્બે

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા. ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આજરોજ ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂપિયા 21,950ના મુદ્દામાલ સાથે જ્યારે...

ડો. રૂપારેલિયાના પુત્રનું ટૂંકી બીમારી બાદ નિધન:જોધપુર એઈમ્સમાં ન્યૂરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. જિગિશનું યુવા વયે નિધન, જામનગર તબીબી વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ

જામનગર શહેરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એ.ડી રૂપારેલીયાના યુવાન અને પ્રતિભાશાળી પુત્ર ડોક્ટર જીગ્નેશનું ટૂંકી બીમારી બાદ નિધન થતા જામનગરના તબીબી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે. જામનગર શહેરના જાણીતા ન્યુરો સર્જન અને હાલારમાં ન્યુરો સર્જન તરીકે આગવું નામ ધરાવતા ડોકટર અરવિંદ રૂપારેલીયાના પ્રતિભાવાન પુત્ર ડો. જીગીશનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે નિધન થતા હાલારના ડોકટરી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી સંખ્યાબધ્ધ સફળ સર્જરીઓ કરી લોકોને જીવનદાન આપનાર જીગીશનું માત્ર 34 વર્ષની યુવા વયે નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. બિમાર થયા બાદ પણ ડૉ. જીગીશે જોધપુરની વિખ્યાત એઇમ્સ હોસ્પિટલમાં મગજ અને કરોડરજજુના 125 જેટલા ઓપરેશન કરી લોકોને જીવનદાન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના ટૂંકાગાળામાં જામનગરના યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી અને ત્યારબાદ યુવાન ન્યુરોસર્જન ડો. જીગીશની અકાળે વિદાયથી જામનગરના મેડીકલ ક્ષેત્રે અકાળે મોટી ખોટ પડી છે તેવું કહી શકાય. http://dlvr.it/TDKgD3