Skip to main content

Posts

આંદોલન સમેટાયું:માંગનાથ રોડનું કામ 12 દિમાં પૂર્ણ કરવાની ખાત્રી

શહેરના માંગનાથ રોડમાં રોડ પાણીની લાઇન માટે ખોદવા માટે આવતા વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. નજીકના દિવસોમાં જ દિવાળીનો તહેવાર આવવાનો હોય તેવા સમયે જ રોડ ખોદવામાં આવતા વેપાર ધંધાને ભારે નુકસાન પહોંચે તેમ હતું. જેને લઇને વેપારીઓએ રોડ ખોદવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. અેટલું જ નહિ જો હવે રોડ ખોદાશે તો જેસીબી આડે સૂઇ જવાની ચિમકી ઉચ્ચારી હતી. ભલે અમારી પર જેસીબી ફરી વળે રોડ તો તોડવા નહિ જ દઇએ તેવી ચિમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. બાદમાં કોન્ટ્રાક્ટર અને વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં દરરોજ રાત્રિના સમયે જ કામ કરવાનું અને જેટલું કામ થયું હોય તેટલું કસ્તર પણ રાત્રેજ ઉપાડી લેવાની તેમજ મજૂરોની રેકડી ચાલી શકે તેવું લેવલીંગ કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જો કસ્તર નહિ ઉપડે તો આગળ કામ કરવા નહિ દઇએ તેવી પણ વેપારીઓએ ચિમકી આપી હતી. સાથે 12 દિવસમાં જ કામ પુરૂં કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જેને પગલે આંદોલન સમેટાયું હતું.આ તકે ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનના પ્રમુખભૂપેન્દ્ર તન્ના, ઉપપ્રમુખ હિતેષ સંઘવી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોકટરોના ખીસ્સા ભરાય છે: રાહદારી હું 60 વર્ષથી...

જળ અભિયાનની બેઠક મળી:હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈ

હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જળસંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2024 અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.જળ સંચય અભિયાન 2024 અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 258.43 લાખના ખર્ચે 145 કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં સિંચાઇ (પંચાયત) દ્વારા 242.43 લાખના ખર્ચે 104 કામો, સિંચાઇ (રાજ્ય) દ્વારા 11.95 લાખના ખર્ચે 32 કામો અને વન વિભાગ દ્વારા 4.05 લાખના ખર્ચે નવ કામોનો સમાવેશ થાય છે.આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. http://dlvr.it/TD44BX

રીઢા ચોરને સાત વર્ષની સજા:ગાંધીનગર કોર્ટના તાળા તોડી કેસ પેપર્સની ચોરી કરવાના ગુનામાં રીઢા ઘરફોડીયાને સાત વર્ષની સખત કેદની સજા

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના ગુના આચરી તરખાટ મચાવનાર રીઢા ઘરફોડ ચોરે પોતાના ગુનાના કેસ પેપર્સ ચોરવા વર્ષ - 2019 માં ગાંધીનગર કોર્ટના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જે ગુનામાં ગાંધીનગરની છઠ્ઠા એડી. ચીફ સીનીયર જ્યુ.મેજી.ની કોર્ટે રીઢા ગુનેગારને તકસીરવાન ઠરાવી સાત વર્ષની કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટની મુદત ભરીને હાંફી ગયેલા રીઢા ગુનેગારે ગત જુલાઈ મહિનામાં પણ ફરીવાર કેસ પેપર્સ ચોરવા કોર્ટના તાળા તોડયા હતા. જેને ગણતરીનાં કલાકોમાં પોલીસે ઝડપી પાડી વધુ એક ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગરના સેકટર - 4/એ પ્લોટ નંબર - 177/1 માં રહેતા રીઢા ઘરફોડ ચોર વિક્રમ બચુભાઇ ઠાકોરની વિરુદ્ધ વર્ષ - 2019 સેકટર - 7 પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેનું ચાર્જશીટ ફાઇલ થયા પછી ગાંધીનગર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. ત્યારે પોતાની વિરુદ્ધના કેસ પેપર્સનો નાશ કરવાના ઈરાદે રીઢા ચોર વિક્રમ ઠાકોરે કોર્ટના ત્રીજા માળે મુખ્ય લોખંડની જાળી તથા અંદરની લોબીની લોખંડની જાળીનું લોક તોડી કોર્ટ હાઉસ રૂમ નં-314ના દરવાજાનું ઇન્ટર લોક તોડી કેસ પેપર્સ ચોરી લીધા હતા. જેનાં પગલે જેતે વખતે પોલીસે ઉક્ત ગુનામાં રીઢા ચોરની ધરપકડ કરી ...

રૂ.10 લાખની લાંચ કેસમાં મુંબઈના પીઆઈ સસ્પેન્ડ:રાજકોટ ACB ટીમ લાંચીયા પીઆઈને પકડવા મુંબઈ પહોંચી, રિમાન્ડ પર રહેલ વચેટિયો એક જ વાતનું રટણ કરે છે, મારી ભૂલ થઈ ગઈ

સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ રાજકોટના શખ્સ પાસેથી રૂ.10 લાખની લાંચની માગણી કરનાર મુંબઈના માટુંગા પોલીસ મથકના પીઆઈ દિગંબર પાગરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે તેને પકડવા માટે રાજકોટ એસીબીની ટીમ છેલ્લા બે દિવસથી મુંબઈમાં અલગ અલગ વિસ્તારમાં ફરી તેની શોધખોળ હાથ ધરી છે. એસીબીની ટીમ હજુ મુંબઈમાં જ રહી તેની શોધખોળ હાથ ધરી છે મુંબઈના માટુંગા પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં રહેતાં ફરિયાદીની ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ પીઆઈ પાગર વતી રૂ.10 લાખની લાંચ લેતાં વચેટિયા જયમીન સાવલિયાને ગત તા.06.09.2024નાં રોજ રેસકોર્સ રિંગ રોડ પરથી એસીબીએ ઝડપી લીધો હતો. આ સાથે જ એસીબીની એક ટીમ પીઆઈ પગારને ઝડપી લેવા માટે મુંબઈ રવાના કરવામાં આવી હતી. પરંતુ પીઆઈ પગાર ભાગી જતાં હાથમાં આવ્યો ન હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને પોલીસ તેના ઘરે પહોંચી તો ઘરેથી પણ મળ્યો ન હતો. આમ છતાં એસીબીની ટીમ હજુ મુંબઈમાં જ રહી તેની શોધખોળ હાથ ધરી છે. વચેટિયાનું એક જ રટણ કે ભૂલ થઈ ગઈ ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસીબીના હાથે પીઆઇનો વચેટિયો લાંચ લેતા રંગે હાથ...

સુરત મેટ્રોની કામગીરી ચાર વર્ષથી ગોકળગતિએ:ટ્રાફિક માટે મુખ્ય જવાબદાર મેટ્રો રેલ પ્રોજેક્ટનું માત્ર 40% કામ થયું, નાના-મોટા સાત અકસ્માતમાં એકનું મોત

સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરી વિતેલા ચાર વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે. માસ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આકાર પામી રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થાય પછી લોકોને કેવી અને કેટલી સુવિધા મળશે એ તો ભવિષ્યની વાત છે. પરંતુ વર્તમાન સમયે મેટ્રોની કામગીરીથી શહેરીજનોને જોખમ અને જખમ બન્ને મળી રહ્યાં છે. મેટ્રોની ચાર વર્ષથી ચાલી રહેલી કામગીરી વચ્ચે આજદિન સુધી માત્ર 40 ટકા કામ થયું છે. તેની સામે અત્યાર સુધી નાના-મોટા સાત અકસ્માત થયા છે, જેમાં એક નિર્દોષ યુવાનનો ભોગ પણ લેવાયો છે. ચાર વર્ષથી ચાલતું કામ 40 ટકાએ જ પહોંચ્યું સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એટલા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12 હજાર કરોડથી વધુ રકમના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન થયું છે. વર્ષ 2025ના અંત સુધીમાં ભેંસાણથી કાપોદ્રા સુધીનો એલિવેટેડ રૂટ કાર્યરત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તારીખ 18મી જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. 40.45 કિલોમીટરના બે રૂટ ઉપર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ તેના ચાર વર્ષનું સરવૈયું જોવામાં આવે તો 40 કિલોમીટ...

આયોજકોએ વ્યવસ્થા કરી:પાલનપુરમાં પદયાત્રીઓની સેવા માટે 10થી વધુ સેવા કેમ્પ

પાલનપુરમાં હસતા મોઢે પણ વધારાનો ખર્ચ સ્વીકારીને નાના નાના સેવા કેમ્પના સંચાલકો પદયાત્રીકોની સેવા કરવા માટે તલપાપડ છે. 12મીથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળા પૂર્વે પાલનપુરમાં કેટલાક કેમ્પ 11 મી થી શરૂ થઈ જનાર છે. શહેરમાં પદયાત્રીઓની સેવા માટે 10થી વધુ સેવા કેમ્પ બનાવાયા છે. પાલનપુર શહેરમાં વર્ષોથી એરોમા સર્કલથી ધનિયાણા ચોકડી વચ્ચેના ચારથી પાંચ કિલોમીટર વચ્ચેના માર્ગમાં 10 થી વધુ સેવા કેમ્પ લગાવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ એરોમા સર્કલ પર ચાનો કેમ્પ, ત્યારબાદ સરકારી વસાહત સામે ચા નાસ્તાનો કેમ્પ, જે બાદ કોજી પાસે, ગુરુનાનક ચોક પર, ટેલીફોન એક્સચેન્જ, બ્રિજેશ્વર કોલોનીના નાકે, વડલીવાલુપરુ, માલણ દરવાજા, હાઉસિંગ બોર્ડ, અને ધનિયાણા ચોકડી સહિતના સ્થળે જુદા જુદા કેમ્પ માટેના સામિયાણા બંધાઈ રહ્યા છે.આ વર્ષે પાલનપુરના કેમ્પના આયોજકોએ પણ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કેટલાક કેમ્પના સંચાલકોએ જણાવ્યું હતું. એક કેમ્પના સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે " શહેરમાં ફાયર એનઓસી જરૂરી છે પરંતુ તેની પ્રક્રિયા જટિલ ન હોવી જોઈએ,પેપર લેસ કામગીરી હોવી જોઈએ,આ વખતે વધારાનો ફાયર બોટલનો ખર્...

બે યુવકના તાવથી મોત:સુરતના ચોક બજારમાં 30 વર્ષીય યુવક અને પુણામાં 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે યુવકના તાવથી મોત થયા હતા. જેમાં ચોકબજારના 30 વર્ષીય અને પુણા વિસ્તારના 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક બાદ એક મોતને ભેટી રહ્યાં છે. રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી પ્રમાણે, ચોક બજાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં 30 વર્ષીય શનિ કાંતિભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિને ચાર દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી નજીકમાં આવેલા ખાનગી દવાખાનામાં તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન તેની તબિયત લથડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 33 વર્ષીય યુવક બેભાન થઈને ઢળી પડ્યો બીજા બનાવમાં, મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશ અને પુણા વિસ્તારમાં આવેલી રોયલ ટાઉનશિપમાં 33 વર્ષીય સ્તેન્દ્ર સુરજ બલી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. સ્તેન્દ્ર એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સ્તે...