બે યુવકના તાવથી મોત:સુરતના ચોક બજારમાં 30 વર્ષીય યુવક અને પુણામાં 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે યુવકના તાવથી મોત થયા હતા. જેમાં ચોકબજારના 30 વર્ષીય અને પુણા વિસ્તારના 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક બાદ એક મોતને ભેટી રહ્યાં છે. રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત
મળતી માહિતી પ્રમાણે, ચોક બજાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં 30 વર્ષીય શનિ કાંતિભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિને ચાર દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી નજીકમાં આવેલા ખાનગી દવાખાનામાં તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન તેની તબિયત લથડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 33 વર્ષીય યુવક બેભાન થઈને ઢળી પડ્યો
બીજા બનાવમાં, મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશ અને પુણા વિસ્તારમાં આવેલી રોયલ ટાઉનશિપમાં 33 વર્ષીય સ્તેન્દ્ર સુરજ બલી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. સ્તેન્દ્ર એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સ્તેન્દ્ર બે દિવસથી તાવ આવી રહ્યો હતો. દરમિયાન તેને ઉલટીઓ થવા લાગી હતી અને બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
http://dlvr.it/TD1kY2

Comments
Post a Comment