સુરત મેટ્રોની કામગીરી ચાર વર્ષથી ગોકળગતિએ:ટ્રાફિક માટે મુખ્ય જવાબદાર મેટ્રો રેલ પ્રોજેક્ટનું માત્ર 40% કામ થયું, નાના-મોટા સાત અકસ્માતમાં એકનું મોત
સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરી વિતેલા ચાર વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે. માસ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આકાર પામી રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થાય પછી લોકોને કેવી અને કેટલી સુવિધા મળશે એ તો ભવિષ્યની વાત છે. પરંતુ વર્તમાન સમયે મેટ્રોની કામગીરીથી શહેરીજનોને જોખમ અને જખમ બન્ને મળી રહ્યાં છે. મેટ્રોની ચાર વર્ષથી ચાલી રહેલી કામગીરી વચ્ચે આજદિન સુધી માત્ર 40 ટકા કામ થયું છે. તેની સામે અત્યાર સુધી નાના-મોટા સાત અકસ્માત થયા છે, જેમાં એક નિર્દોષ યુવાનનો ભોગ પણ લેવાયો છે. ચાર વર્ષથી ચાલતું કામ 40 ટકાએ જ પહોંચ્યું
સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એટલા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12 હજાર કરોડથી વધુ રકમના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન થયું છે. વર્ષ 2025ના અંત સુધીમાં ભેંસાણથી કાપોદ્રા સુધીનો એલિવેટેડ રૂટ કાર્યરત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તારીખ 18મી જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. 40.45 કિલોમીટરના બે રૂટ ઉપર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ તેના ચાર વર્ષનું સરવૈયું જોવામાં આવે તો 40 કિલોમીટરની લંબાઈના આ પ્રોજેક્ટની હજી સુધી માંડ 40 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું મેટ્રોના અધિકારીઓ જણાવી રહ્યાં છે. મેટ્રો બ્રિજ સ્પાન ક્ષતિગ્રસ્ત થયો હતો
આ કામગીરીથી શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રોની કામગીરીથી શહેરીજનો ત્રાસી ચૂક્યા છે. વિતેલા એક માસમાં જ બે મોટા અકસ્માત નોંધાયા છે. થોડા દિવસ પહેલા સારોલી ખાતે આવેલા મેટ્રો રેલના બ્રિજ ઉપર સ્પાન ગોઠવવાની કામગીરી દરમિયાન સ્પાન ક્ષતિગ્રસ્ત થયો હતો. આને કારણે બે સપ્તાહથી વધુ સમય માટે રસ્તો બંધ કરી દેવાતા સારોલી મેઈનરોડ સહિત આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. મેટ્રોના અધિકારીઓએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી હતી. આ ઘટનાને માંડ એક માસ પણ પૂરો થાય તે પહેલાં બીજો અકસ્માત છ દિવસ અગાઉ થયો છે. મકાન પર વિશાળકાય ક્રેન પડી હતી
ગત 22 ઓગસ્ટના નાના વરાછા ચીકુવાડી પાસે મેટ્રો રેલના એલીવેટેડ રૂટના બે પીલર ઉપર લોન્ચર ગર્ડર ગોઠવતા સમયે ક્રેઇનનું બેલેન્સ ખોરવાઈ જતા લોન્ચર અને ક્રેઇનનું બૂમ ધડાકાભેર એક મકાન પર પડ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં મેટ્રોરેલની કામગીરી સામે રહીશો દ્વારા ફિટકાર પણ વરસાવામાં આવી રહ્યો છે. આ અકસ્માત બાદ તંત્રની બેજવાબદારી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે લોકરોષ પ્રવર્તી રહ્યો છે. જેને પગલે અત્યાર સુધી મેટ્રોને કારણે શહેરમાં કેટલા અકસ્માત થયા તેની ચર્ચા શરૂ થઈ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન બનેલી ઘટનાઓ
1. સારોલી ખાતેના બ્રિજ પર ગોઠવવામાં આવેલા સ્પાન ઊંચકાઈ ગયો
2. રિંગરોડ પરથી પસાર થતી રિક્ષા પર લોંખડનું વજનદાર સ્ટ્રકચર પડયું
3.ટનલમાં ચાલતી કામગીરીથી વિઠ્ઠલનગરના ઘરોમાં કાદવ નીકળ્યો
4. ચીકુવાડીના એક મકાન પર લોન્ચર પડતા મકાનને ભારે નુકસાન
5. એલ પી સવાણી રોડ ઉપર ક્રેનમાંથી લોખંડના સળિયા પડતા ત્રણ ઘાયલ
6. અલથાણમાં એકટીવા ચાલક ઉપર પતરું પડયું
7. રંગ ઉપવન પાસે ક્રેન રિવર્સ લેતી વખતે યુવાનનો ભોગ લીધો
http://dlvr.it/TD2zgs

Comments
Post a Comment