Skip to main content

આંદોલન સમેટાયું:માંગનાથ રોડનું કામ 12 દિમાં પૂર્ણ કરવાની ખાત્રી

શહેરના માંગનાથ રોડમાં રોડ પાણીની લાઇન માટે ખોદવા માટે આવતા વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. નજીકના દિવસોમાં જ દિવાળીનો તહેવાર આવવાનો હોય તેવા સમયે જ રોડ ખોદવામાં આવતા વેપાર ધંધાને ભારે નુકસાન પહોંચે તેમ હતું. જેને લઇને વેપારીઓએ રોડ ખોદવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. અેટલું જ નહિ જો હવે રોડ ખોદાશે તો જેસીબી આડે સૂઇ જવાની ચિમકી ઉચ્ચારી હતી. ભલે અમારી પર જેસીબી ફરી વળે રોડ તો તોડવા નહિ જ દઇએ તેવી ચિમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. બાદમાં કોન્ટ્રાક્ટર અને વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં દરરોજ રાત્રિના સમયે જ કામ કરવાનું અને જેટલું કામ થયું હોય તેટલું કસ્તર પણ રાત્રેજ ઉપાડી લેવાની તેમજ મજૂરોની રેકડી ચાલી શકે તેવું લેવલીંગ કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જો કસ્તર નહિ ઉપડે તો આગળ કામ કરવા નહિ દઇએ તેવી પણ વેપારીઓએ ચિમકી આપી હતી. સાથે 12 દિવસમાં જ કામ પુરૂં કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જેને પગલે આંદોલન સમેટાયું હતું.આ તકે ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનના પ્રમુખભૂપેન્દ્ર તન્ના, ઉપપ્રમુખ હિતેષ સંઘવી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોકટરોના ખીસ્સા ભરાય છે: રાહદારી હું 60 વર્ષથી લંડનમાં રહું છું, મૂળ જૂનાગઢની છું. મારા ભાઇ ગુજરી જતા અહિં આવી છું. રસ્તામાં એટલા ખાડા છે કે ચાલી પણ શકાતું નથી, રિક્ષા પણ આવતી નથી.97વર્ષના ભાભીને ચલાવીને લાવતા નાકે દમ આવી ગયો છે. આવા રસ્તાથી ડોકટરોના ખીચ્ચા ભરાય રહ્યા છે. > ભારતીબેન લાખાણી,એનઆરઆઇ. બજારને તોડવાનું કૃત્ય: વેપારી અગ્રણી વરાપ નિકળે, ઘરાકી નિકળે ત્યારે જ ખોદવાનું ? ત્યારે જ વિકાસના કામો સુઝે છે ? વેપારીઓને ત્રાસ ગુજારવાની પણ હદ હોય.999 ગામનું હટાણું જ્યાં છે તે બજારને તોડી બારોબાર નવી બજાર બનાવવાનું બિલ્ડર લોબી, રાજકીય પક્ષના બિલ્ડરનું કૃત્ય છે. > હિતેષ સંઘવી, ઉપપ્રમુખ, કાપડ બજાર.


http://dlvr.it/TD4sNV

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q