હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જળસંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2024 અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.જળ સંચય અભિયાન 2024 અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 258.43 લાખના ખર્ચે 145 કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં સિંચાઇ (પંચાયત) દ્વારા 242.43 લાખના ખર્ચે 104 કામો, સિંચાઇ (રાજ્ય) દ્વારા 11.95 લાખના ખર્ચે 32 કામો અને વન વિભાગ દ્વારા 4.05 લાખના ખર્ચે નવ કામોનો સમાવેશ થાય છે.આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
http://dlvr.it/TD44BX
http://dlvr.it/TD44BX
Comments
Post a Comment