Skip to main content

રૂ.10 લાખની લાંચ કેસમાં મુંબઈના પીઆઈ સસ્પેન્ડ:રાજકોટ ACB ટીમ લાંચીયા પીઆઈને પકડવા મુંબઈ પહોંચી, રિમાન્ડ પર રહેલ વચેટિયો એક જ વાતનું રટણ કરે છે, મારી ભૂલ થઈ ગઈ

સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ રાજકોટના શખ્સ પાસેથી રૂ.10 લાખની લાંચની માગણી કરનાર મુંબઈના માટુંગા પોલીસ મથકના પીઆઈ દિગંબર પાગરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે તેને પકડવા માટે રાજકોટ એસીબીની ટીમ છેલ્લા બે દિવસથી મુંબઈમાં અલગ અલગ વિસ્તારમાં ફરી તેની શોધખોળ હાથ ધરી છે. એસીબીની ટીમ હજુ મુંબઈમાં જ રહી તેની શોધખોળ હાથ ધરી છે
મુંબઈના માટુંગા પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં રહેતાં ફરિયાદીની ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ પીઆઈ પાગર વતી રૂ.10 લાખની લાંચ લેતાં વચેટિયા જયમીન સાવલિયાને ગત તા.06.09.2024નાં રોજ રેસકોર્સ રિંગ રોડ પરથી એસીબીએ ઝડપી લીધો હતો. આ સાથે જ એસીબીની એક ટીમ પીઆઈ પગારને ઝડપી લેવા માટે મુંબઈ રવાના કરવામાં આવી હતી. પરંતુ પીઆઈ પગાર ભાગી જતાં હાથમાં આવ્યો ન હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને પોલીસ તેના ઘરે પહોંચી તો ઘરેથી પણ મળ્યો ન હતો. આમ છતાં એસીબીની ટીમ હજુ મુંબઈમાં જ રહી તેની શોધખોળ હાથ ધરી છે. વચેટિયાનું એક જ રટણ કે ભૂલ થઈ ગઈ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસીબીના હાથે પીઆઇનો વચેટિયો લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ગઈકાલે પીઆઈ દિગંબર પગારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વચેટિયો જયમીન હાલ એસીબી પાસે રિમાન્ડ પર છે તે સતત પોતાની ભૂલ થઈ ગયાનું રટણ કરી રહ્યો છે.


http://dlvr.it/TD3JLW

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q