Skip to main content

આયોજકોએ વ્યવસ્થા કરી:પાલનપુરમાં પદયાત્રીઓની સેવા માટે 10થી વધુ સેવા કેમ્પ

પાલનપુરમાં હસતા મોઢે પણ વધારાનો ખર્ચ સ્વીકારીને નાના નાના સેવા કેમ્પના સંચાલકો પદયાત્રીકોની સેવા કરવા માટે તલપાપડ છે. 12મીથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળા પૂર્વે પાલનપુરમાં કેટલાક કેમ્પ 11 મી થી શરૂ થઈ જનાર છે. શહેરમાં પદયાત્રીઓની સેવા માટે 10થી વધુ સેવા કેમ્પ બનાવાયા છે.
પાલનપુર શહેરમાં વર્ષોથી એરોમા સર્કલથી ધનિયાણા ચોકડી વચ્ચેના ચારથી પાંચ કિલોમીટર વચ્ચેના માર્ગમાં 10 થી વધુ સેવા કેમ્પ લગાવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ એરોમા સર્કલ પર ચાનો કેમ્પ, ત્યારબાદ સરકારી વસાહત સામે ચા નાસ્તાનો કેમ્પ, જે બાદ કોજી પાસે, ગુરુનાનક ચોક પર, ટેલીફોન એક્સચેન્જ, બ્રિજેશ્વર કોલોનીના
નાકે, વડલીવાલુપરુ, માલણ દરવાજા, હાઉસિંગ બોર્ડ, અને ધનિયાણા ચોકડી સહિતના સ્થળે જુદા જુદા કેમ્પ માટેના સામિયાણા બંધાઈ રહ્યા છે.આ વર્ષે પાલનપુરના કેમ્પના આયોજકોએ પણ ફાયર
એનઓસી માટેની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કેટલાક કેમ્પના સંચાલકોએ જણાવ્યું હતું.
એક કેમ્પના સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે " શહેરમાં ફાયર એનઓસી જરૂરી છે પરંતુ તેની પ્રક્રિયા જટિલ ન હોવી જોઈએ,પેપર લેસ કામગીરી હોવી જોઈએ,આ વખતે વધારાનો ફાયર બોટલનો ખર્ચ, એનઓસીનો ખર્ચ, સ્ટ્રક્ચર લેઆઉટનો ખર્ચ, વીજ ડિપોઝિટનો વધારાનો ખર્ચ, ચંપલ મૂકવાના સ્ટેન્ડ બનાવવાનો ખર્ચ, સીસીટીવીનો ખર્ચ અને નિયમિત ડેટા સ્ટોરેજ માટેનો ખર્ચ વધારાનો ઉમેરાયો છે. પરંતુ પદયાત્રીકોની સેવા કરવાની છે એટલે વધારાનો ખર્ચ માટેની પણ આયોજકોએ વ્યવસ્થા પણ કરી છે.


http://dlvr.it/TD2X5P

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q