પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ની બિલ્ડિંગની લોબીમાં અને ગ્રાઉન્ડમાં રઝળતા ઢોર અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે જેથી અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.આ બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડના અભાવે કૂતરા અને રઝળતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પોરબંદરના સાંદિપની રોડ ઉપર આવેલ જિલ્લા સેવા સદન 2 કચેરીની બિલ્ડીંગમાં અનેક સરકારી કચેરી આવેલ છે.આ કચેરીમાં દિવસ દરમ્યાન અનેક અરજદારો વિવિધ કામ અર્થે આવતા હોય છે પરંતુ આ કચેરીની બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડના અભાવે રઝળતા ઢોર અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે.આ બિલ્ડિંગની લેડીમાં કુતરાઓ અડિંગો જમાવી બેસી જતા હોવાથી અરજદારોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ કચેરીમાં રઝળતા ઢોર અને કૂતરાનો આતંક દૂર કરવા માંગ ઉઠી છે.આ કચેરીમાં લોબીમાં બેસતા કુતરાને લઈને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ભયભીત બની પસાર થવાની નોબત આવે છે. http://dlvr.it/TBNWR3