રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:24 કલાકમાં ચાર લોકોનો આપઘાત, પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા
વનિતાબેન જયેશભાઈ સોરઠીયા (ઉ.વ.45) ગઈકાલ રાત્રીના 10.30 વાગ્યા આસપાસ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મહિલાએ ક્યાં કારણોસર ગળાફાંસો ખાધો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પત્ની માવતરે જતાં યુવકે ઘરે ગળેફાંસો ખાધો
રાણીમા રૂડીમા ચોક નજીક 12 માળિયા ક્વાર્ટરમાં રહેતા યુવરાજભાઈ જીવણભાઈ મેરિયા (ઉ.વ.30) નામનાં યુવકે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ 108 ને જાણ કરતાં 108 ટીમ પહોંચી તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવરાજભાઈ મજૂરીકામ કરતો હતો અને એક અઠવાડિયા પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બાદ પત્ની માવતરે ચાલી જતાં આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પત્નીને પતિનું માઠુ લાગી આવતા ગળેફાંસો ખાધો
પૂનમ પવન સહાની (ઉં.વ.26)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્થળ પર 108ના ઇએમટી દ્વારા મોત જાહેર કરાયું હતું અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે મૃતકના પતિની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પૂનમને સંતનામાં બે દીકરા છે. પતિ લાદી ફિટિંગનું કડીયા કામ કરે છે. પૂનમે અગાઉ તેના પતિને કહેલ કે, તમે તમારા કુટુંબીજનો સાથે સંબંધ ન રાખો. તેમ છતાં આગલી રાતે પતિને તેના ભાઈ-ભાભીનો ફોન આવ્યો હતો ત્યારે પતિએ ફોનમાં વાત કરી હતી. આ બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. પછી બીજે દિવસે પતિ બેંકમાં પૈસા નાખવા ગયો. પાછો ઘરે આવી જોયું તો ઘરનો દરવાજો બંધ હતો અને દરવાજો તોડી ઘરમાં જોયું તો પત્ની ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો
ટ્રેન હેઠળ જંપલાવી બેડીપરાના નયન મહેશ ભાઈ દેશાણી (ઉં.વ.30) એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રાજકોટના બિલેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલવે લાઈન પર એક અજાણ્યા યુવકે ગત રાતે 11 વાગ્યા આસપાસ માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. રેલવે પોલીસે બી. ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ટીમે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં તેની ઓળખ બેડી પરાના નયન દેશાણી તરીકે થઈ હતી. નયન કુરિયર કંપનીમાં કામ કરતો હતો. લગ્ન બાદ તેને સંતાનમાં એક દીકરી છે પણ છૂટાછેડા થઈ ગયા હતા. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારે ટક્કર મારતા માતા-પુત્ર બંને બ્રિજની દીવાલ સાથે અથડાયા
રાજકોટના સાધુવાસવાણી રોડ કુંજ રોડ પર રાધિકા ડેરીની પાછળ રહેતાં પુજાબેન વિરેનભાઈ આરોડા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યુગ રમેશ લીંબસીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તેઓ તેના છ વર્ષીય પુત્ર માહીર સાથે પોતાના એક્સેસ બાઈક નં. જીજે.03.એનએ.8272 લઈ ઘરેથી તેની ઓફિસ ફોર્ચ્યુન હોટલ 150 ફુટ રિંગ રોડ, પાસે જતા હતા ત્યારે નાણાવટી ચોકથી આગળ રૈયા ચોકડી બ્રિજ ચડવા જતા હતા ત્યારે એક હોન્ડા કપંનીની અમેઝ કાર નં.જીજે.03.એલબી.4356 એ પાછળથી તેમના એક્સેસને ઠોકર મારી દેતા તેઓ માતા-પુત્ર બંને બ્રિજની દીવાલ સાથે અથડાઇ ગયેલ અને દીકરાને નાકના ભાગે, નેણના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજા થયેલ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકોએ તેમને સારવાર માટે ખસેડયા હતાં. આ બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારખાનામાં જ યુવકે દમ તોડી દીધો
મૂળ ઉતરપ્રદેશ અને હાલ રાજકોટમાં મવડી પ્લોટ-4 બ્રાહ્મણી ઇન્ડસ્ટ્રીઝમાં રહી કામ કરતો વિનય ઉદયરાજ મૌર્ય (ઉ.વ.23) ગઈ કાલે કારખાનાંમાં કામ કરતો હતો ત્યારે અચાનક તબિયત લથડતાં યુવકને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં દમ તોડી દીધો હતો. યુવકને થોડા સમયથી તાવ આવતો હતો. જેની સારવાર શરૂ હતી. કારખાનાંમાં કામ કરતી વખતે જ ઢળી પડતાં દમ તોડી દીધો હતો.
http://dlvr.it/TBMljX

Comments
Post a Comment