Skip to main content

ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી દૂર કરાશે:સરકાર ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાન સામે ‌વધુ વળતર આપશે

રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતા પાકને મોટાપાયે નુકશાન થયું હોવાની રજૂઆત ખેડૂતોએ રાજ્ય સરકારને કરી છે. જેનાપગલે રાજયના વિવિધ 9 જિલ્લાઓમાં કૃષિ વિભાગના 171 અધિકારીઓને કામે લગાડીને સરવે હાથ ધરી દીધો છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
સરકારના ટોચના સૂત્રોના કહ્યા પ્રમાણે નુકશાન મોટી માત્રામાં થયું હોવાથી રાજ્ય સરકાર મહેસુલ વિભાગના એસડીઆરએફના નિયમો કરતા વધારે રકમની નુકશાની વળતર ચુકવે તેવી શકયતા છે. કારણ કે,આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહીં છે ત્યારે રાજય સરકારને આ નુકશાની પોષાય તેમ નથી. આમ છતા સરવેનો અહેવાલ આવ્યા પછી કેટલી રકમ વધારવી તે બાબતે નિર્ણય લેવાશે.
ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાક નાશ પામી ગયા છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં તો જમીનનું પણ મોટાપાયે ધોવાણ થયું છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા નુકશાનની સામાન્ય કરતા વધારે છે. આથી રાજ્ય સરકારે સુરત, ભરૂચ, આણંદ, તાપી, વલસાડ, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ એમ 9 જિલ્લામાં સર્વે હાથ ધરી દીધો છે.
આ માટે કૃષિ વિભાગની 171 ટીમ કામે લગાડવામાં આવી છે. આ ટીમને આગામી એકાદ સપ્તાહમાં અહેવાલ રજૂ કરવાની તાકિદ પણ કરવામાં આવી છે. સરકારના ટોચના સુત્રોના કહ્યા પ્રમાણે ખેડૂતોના ખેતરોમાં લાંબો સમય પાણી ભરાઇ રહ્યું છે. ઉપરાંત હજુપણ વરાપ નીકળી નથી. આથી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો જમીનનું ધોવાણ થઇ ગયું છે. આથી વળતરમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. આમ પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જેમ કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે.


http://dlvr.it/TBNJmS

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6