GNLU કેસમાં સુઓમોટો અરજીનો નિકાલ:ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કોર્ટની બિનશરતી માફી માગી, અગાઉ કહ્યું હતું કે GNLUમાં સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટની કોઈ ઘટના બની નથી
ગુજરાત હાઇકોર્ટમાં એક વિધાર્થીની સાથે રેપ અને એક વિદ્યાર્થીની જાતીયતાને લઈને હેરાનગતિ મામલે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકોર્ટને સીલ કવરમાં 22 ફેબ્રુઆરીએ રિપોર્ટ સોંપ્યો હતો. જેને કોર્ટે ખોલીને જોયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આ રિપોર્ટ બહુ ડરામણો છે. GNLUએ ઘટનાને દબાવવા પ્રયત્ન કર્યો છે. રિપોર્ટ ખૂબ ડિટેઇલમાં છે. કમિટી સમક્ષ રેપ, શોષણ, ભેદભાવ, હોમો ફોબિયા, અવાજ દબાવી દેવો, આંતરીક ફરિયાદ કમિટી ના હોવી, વિદ્યાર્થીઓને આંતરિક ફરિયાદ કમિટીની જાણ ના હોવી વગેરે ફરિયાદો મળી ફેકટ ફાઈન્ડિંગ કમિટીને મળી છે. આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ GNLU ગવર્નિંગ કાઉન્સિલ સમક્ષ મુકાયો હતો. આ કાઉન્સિલની મિટિંગ 23 માર્ચના રોજ મળી હતી. કાઉન્સિલના રિઝોલ્યુશન મુજબ GNLUના ડિરેક્ટરને જવાબ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટની કોપી આપવામાં આવી હતી. GNLUમાં સુધારા માટે યોગ્ય પગલાઓ લેશે
એક હાઈ લેવલ રિવ્યુ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા જજ ઇન્દિરા બેનર્જી, ભારતના એટર્ની જનરલ વેંકટરામન, ગુજરાત સરકારના નાણા વિભાગના પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી એમ.એમ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષના GNLUના શૈક્ષણિક, નાણાકીય અને સેફ્ટી સહિતના રેકોર્ડ્સનું એસેસમેન્ટ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એક સબ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવ કુમાર શાહ અને સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાનો સમાવેશ થાય છે. સબ કમિટી GNLUમાં લેવાના થતા સુધારા કરી પગલાં અંગે સૂચનો કરશે. જ્યારે બંને કમિટી વચ્ચે કોઓર્ડિનેશન માટે હાઇકોર્ટના એડવોકેટ ધર્મિષ્ઠા રાવલની નિમણૂંક કરવામાં આવી છે. આ બંને કમિટીના રિપોર્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સમક્ષ મુકાશે જેઓ GNLUમાં સુધારા માટે યોગ્ય પગલાંઓ લેશે. ડિરેક્ટરના જવાબ બાદ રજિસ્ટ્રારનો જવાબ લેવાશે
GNLUમાં વર્ષ 2019થી રજિસ્ટ્રારની પોસ્ટ ઉપર ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે જગદીશ ચંદ્રા કામ કરી રહ્યા છે. આ પોસ્ટને કાયમી ભરવા માટે પણ હાઇકોર્ટે સરકાર અને યુનિવર્સિટીને પણ સૂચન આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, યુનિવર્સિટીના ડિરેક્ટર ઉપર પગલાં ન લેવા અને રજિસ્ટ્રાર ઉપર ઘટનાની દબાવી દેવાના આક્ષેપ છે. જે સંદર્ભે સરકારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ડિરેક્ટર 15 દિવસમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ ઉપર જવાબ આપશે. જેની ઉપર ગવર્નિંગ કાઉન્સિલ નિર્ણય લેશે. ડિરેક્ટરના જવાબ બાદ રજિસ્ટ્રારનો જવાબ લેવામાં આવશે. હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, બંને કમિટીના રિપોર્ટને એક્ઝિક્યુટિવ કમિટી જોઈને તેની ઉપર યોગ્ય પગલાં ભરશે. વધારાના પગલાં ડિરેક્ટરના જવાબ બાદ નક્કી કરવામાં આવશે. યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની જગ્યા જેમ બને તેમ જલ્દી ભરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનો એક્શન ટેકન રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવે. તેમજ યુનિવર્સિટીના ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ પણ રાખવામાં આવે. કમિટીનો એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સ્વીકાર કર્યો
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં GNLUએ જણાવ્યું હતું કે, નવા કાયમી રજિસ્ટરની નિમણૂંક કરવા સમાચાર પત્રોમાં જાહેરાત આપી દેવામાં આવી છે. સબ કમિટીએ યુનિવર્સિટીની મુલાકાત લઈને નવી ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી માટે વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો માગ્યા હતા. જેને 25 એપ્રિલે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. હવે યુનિવર્સિટીની નવી ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં ડોક્ટર મમતા વિશ્વાસ ડોક્ટર અવિનાશ ભાગી, ડોક્ટર નિયતિ પાંડે, રૂપા મહેતા, મનીષા દવે, રીના સંસ્કૃતિ, જોયા ઝાહિદ, અને અર્ચન કોરનો સમાવેશ થાય છે. આ કમિટીનો યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સ્વીકાર કર્યો છે. ડિરેક્ટરનો જવાબ હાઈ લેવલ કમિટીને આપશે
યુનિવર્સિટીની જનરલ કાઉન્સિલની વર્ચ્યુઅલ મિટિંગ મળી હતી. જેમાં ફેક્ટર ફાઈન્ડિંગ કમિટી અને યુનિવર્સિટીના ડિરેક્ટરના રિસ્પોન્સ ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ અને યુનિવર્સિટીના ડિરેક્ટરનો જવાબ હાઈ લેવલ કમિટીને આપવામાં આવશે. યુનિવર્સિટીએ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જેન્ડર રિસોર્સ સેન્ટર સાથે મળીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. યુનિવર્સિટીમાં 87 CCTV કેમેરા છે. અમુક જવાબદાર વ્યક્તિઓ પાસેથી કેટલીક જવાબદારી પરત લઈ લેવામાં આવી છે. હાઇકોર્ટના જજ અને એડવોકેટ જનરલ પોતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર છે. યુનિવર્સિટીના બારસો વિદ્યાર્થીઓને ફોર્મ પણ આપવામાં આવ્યા છે. જેમાં તેમની ઓળખ દર્શાવ્યા વગર તેમના પ્રતિભાવ નોંધવામાં આવી રહ્યા છે. પહેલી વખતમાં 11 અને બીજી વખતમાં 23 વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે પણ તપાસ કરો: કોર્ટ
કોર્ટે કહ્યું હતું કે, કાયદાના વિદ્યાર્થીઓ જો પોતાના માટે અવાજ ઉઠાવી ના શકતા હોય તો તે બીજાઓનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશે! ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીનું એક સેશન વિદ્યાર્થીઓ સાથે પણ રાખવું જોઈએ. વિદ્યાર્થીઓને સમાવી શકતા વિશે શીખવાડવું જરૂરી છે. નહીં તો તેઓ પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવતા થઈ જશે. આ વિદ્યાર્થીઓ આગળ જઈને જ્યુડિશિયલ ઓફિસર બનશે. જેમની પાસે નિર્ણયો લેવાની સત્તા હશે. જેથી તેમને સંવેદનશીલ બનાવવા જરૂરી છે. કોર્ટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે પણ તપાસ કરવા GNLUને જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ લીધી નહોતી
કોર્ટ મિત્રએ રાજ્ય સરકારને આ કે સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધવા સૂચન કર્યું હતું. જો કે, હાઇકોર્ટે તેનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે જે પીડિત હોય તેને જાતે ફરિયાદ નોંધાવા આગળ આવવું જોઈએ. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફેક્ટ ફાઇન્ડિંગમાં કોઈ પીડિત વ્યક્તિ સામે આવ્યું નહોતું, ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી. ફક્ત સોશિયલ મીડિયા કે સમાચાર સંસ્થાના અહેવાલને આધારે ફરિયાદ નોંધાવી શકાય નહીં. યુનિવર્સિટીના ડિરેક્ટર પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા ગયા હતા, પરંતુ પોલીસે તે ફરિયાદ લીધી નહોતી. કોર્ટે કહ્યું હતું કે, કોઈએ ડિરેક્ટરનો પણ આવી ઘટના સંદર્ભે સંપર્ક કર્યો નથી. રજિસ્ટ્રારે કોર્ટની બિનશરતી માફી માગી
આજે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં યુનિવર્સિટીના ડિરેક્ટરે જવાબ આપ્યો હતો કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફરિયાદોના નિરાકરણને લઈને તે ખાતરી આપે છે. ઉપરાંત જે પણ સૂચનો તેમને હાઇ લેવલ કમિટી દ્વારા અપાશે તેનો અમલ કરવામાં આવશે. બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે અગાઉ એફિડેવિટ સમક્ષ યુનિવર્સિટીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બન્યું હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્ટે રજિસ્ટ્રારને માફી માંગવા જણાવ્યું હતું. રજિસ્ટ્રારે કોર્ટની બિનશરતી માફી માગી હતી. કોર્ટને જાણવા મળ્યું હતું કે, ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જ ફરજ બજાવી રહ્યા છે. રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં વધારે અરજીઓ મળી
જેથી કોર્ટે કહ્યું હતું કે, રજિસ્ટ્રાર સ્વતંત્ર હોવો જોઈએ, આ મિસ મેનેજમેન્ટ છે. અત્યાર સુધી ડિરેક્ટર, એક્ઝિક્યુરિટી કાઉન્સિલ અને જનરલ કાઉન્સિલ શું કરતી હતી? યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, અગાઉ બે વખત રજિસ્ટ્રારની નિમણૂંક માટે જાહેરાત આપવામાં આવી હતી. પરંતુ એક વખત ફક્ત એક જ વ્યક્તિ આવ્યો હતો, જ્યારે બીજી વખત કોઈપણ અરજી આવી નહોતી. તેનું કારણ છે કે, કાયદા અંતર્ગત રજિસ્ટરની નિમણૂંક ફક્ત 5 વર્ષ માટે કરવામાં આવે છે. કોર્ટે રજિસ્ટ્રારની લાયકાત વિશે પૂછતા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, યુ.જી.સીના નિયમો મુજબ રજિસ્ટ્રાર બનવા 15 વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવવાનો અનુભવ અથવા 8 વર્ષ તરીકે એસોસિયેટ પ્રોફેસર તરીકેનો અનુભવ અથવા 15 વર્ષ એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરેલું હોવું જોઈ. તેને માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા મેળવેલા હોવા જોઈએ. રજિસ્ટ્રારની મહત્તમ ઉંમર 62 વર્ષ હોય છે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રારની અવધિ ફક્ત 5 વર્ષ માટે હોવાથી કોઈ આવતું નથી. જેથી યુનિવર્સિટીની અંદરથી રજિસ્ટ્રાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર બંનેની અવધી નક્કી હોય છે. તેથી યુનિવર્સિટી પણ દર પાંચ વર્ષે રજિસ્ટ્રાર બદલવા કાર્યવાહી કરે. જો કે, કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે GNLU રજિસ્ટ્રારની ભરતી માટેની જાહેરાતમાં વધારે અરજીઓ મળી છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ
કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે, ફક્ત GNLU નહીં દરેક યુનિવર્સિટીમાં ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી હોવી જોઈએ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ. જે મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, આ માટે કાયદામાં જોગવાઈ છે અને તેનું મિકેનિઝમ પણ છે. પરંતુ કમિટી કેવી રીતે કાર્ય કરે છે તે ખૂબ જરૂરી છે. કોર્ટે GNLU ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં આવેલી ફરિયાદોનો રિપોર્ટ માંગ્યો હતો. જેથી વર્ષ 2018થી 2023 સુધીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કમિટીમાં વધુ એક પુરુષ સભ્ય ઉમેરવો જોઈએ
ઉપરાંત ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં કાયદા મુજબ ત્રણ વિદ્યાર્થીઓને રાખવાની જોગવાઈ છે, જેની ચૂંટણી યોજવામાં આવે છે. GNLU ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ચૂંટાઈ આવી છે. આ વિદ્યાર્થીનીઓ અંડર ગ્રેજ્યુએટ, માસ્ટર અથવા પીએચડીનો અભ્યાસ કરતી હોવી જોઈએ. આ ઉપરાંત બે સભ્યો ફેકલ્ટીમાંથી, બે વ્યક્તિઓ ભણાવવા સિવાયનું કાર્ય કરતા હોય, તો એક વ્યક્તિ બહારનો હોવો જોઈએ. જોકે, આ કમિટીમાં ફક્ત એક જ સભ્ય પુરુષ હોવાથી હાઇકોર્ટે કહ્યું હતું કે, નિયમો મુજબ કમિટીમાં 50 ટકા મહિલાઓ હોય તે બરોબર છે. પરંતુ ફક્ત એક જ પુરુષ સભ્ય છે. ત્યારે વધુ એક પુરુષ સભ્ય તેની અંદર ઉમેરવો જોઈએ. કેટલીક ફરિયાદોને પુરુષ સભ્ય યોગ્ય રીતે ન્યાય આપી શકતા હોય છે, ત્યારે યુનિવર્સિટીએ કોર્ટની સૂચન મુજબ ફેરફાર કરવા તૈયારી દર્શાવી હતી. ફરિયાદીની ઓળખ ન થાય તે જરૂરી
ઉપરાંત કોર્ટે વધુ એક સૂચન કરતાં જણાવ્યું હતું કે, કમ્પ્લેન કમિટીમાં ફરિયાદીની ઓળખ ન થાય તે જરૂરી છે. આથી ફરિયાદો માટે એક ફરિયાદ બોક્સ મૂકવું જોઈએ. તેને ચોક્કસ તારીખે ખોલીને એક સેક્રેટેએરિયટ તેને ICC સમક્ષ મૂકે જેથી કોઈ કર્મચારી સામે પણ ફરિયાદ થાય તો પગલા ભરવામા આવે. ઉપરાંત હાઇકોર્ટે GNLUના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે રહેલા વ્યક્તિને ફરીથી રજિસ્ટ્રાર બનાવવામાં ના આવે તેવો હુકમ પણ કર્યો હતો. આ સાથે જ કોર્ટે આ સુઓમોટો અરજીનો નિકાલ કર્યો હતો.
http://dlvr.it/T6HRrg

Comments
Post a Comment