Skip to main content

પરિવારના આપઘાત કે અકસ્માતને લઈ રહસ્ય:પતિની લાશ ઓલપાડથી મળી, પત્ની અને પુત્રનો મૃતદેહ સુરતથી; ભરૂચથી અમરોલી મૈયતમાં આવ્યા હતા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એક પુરુષનો મૃતદેહ ઓલપાડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પતિ-પત્ની અને તેમનો અઢી વર્ષના પુત્રનું મોત થયું છે. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો. ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની છે. જો કે, હાલ આપઘાત છે કે, અકસ્માત તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા
મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનું નામ 24 વર્ષીય ખુર્શીદા વસીમ પટેલ છે. તેના અઢી વર્ષના દીકરાનું નામ મોઈત પટેલ છે. જ્યારે ઓલપાડ નજીકથી મૃતક મહિલાના પતિનું નામ વસીમ પટેલ છે. આ પરિવાર બાઈક પર ભરૂચ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જો કે, આ પરિવાર સાથે રસ્તામાં વચ્ચે કોઈ ઘટના બની અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. બાઈક પર આખો પરિવાર ઘરેથી નીકળ્યો હતો
મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે મૈયતમાં સામેલ થવા વસીમ પટેલ અને તેનો પરિવાર આવ્યો હતો. આજે સવારે પાંચ વાગ્યે ભરૂચ જવા માટે આખો પરિવાર ઘરેથી નીકળ્યો હતો. હાલ તો જે બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા તે મળી આવી નથી. આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પરિવારમાં કોઈપણ પ્રકારનો તણાવ ન હતો. જેથી આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. વસીમ પટેલનો મૃતદેહ ઓલપાડ પોલીસને મળ્યો છે. જેથી આ મામલે તપાસ ઓલપાડ પોલીસ કરશે. જ્યારે ખુરશીદા અને તેના પુત્રના મૃતદેહની તપાસ જહાંગીરપુરા પોલીસ કરશે.


http://dlvr.it/T6L3QQ

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6