Skip to main content

નિમણુક ખોટી રીતે કરાઈ હોવાના આક્ષેપ:પાટણ યુનિ. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બોડીમાં હિરેન પટેલની નિમણૂક મામલે યુનિએ ડીગ્રીલક્ષી વિગતો માંગી

તાજેતરમાં યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બોડીમાં રજીસ્ટર ગ્રેજ્યુટ સભ્ય હિરેન પટેલની નિમણુક ખોટી રીતે કરવામાં આવી હોવા અંગે કરેલ આક્ષેપ સાથે કુલપતિને આપેલ આવેદનપત્ર અંગે ઊભા થયેલા વિવાદમાં યુનિવર્સિટી દ્વારા તપાસનાં ચક્રો ગતિશીલ કરવામાં આવ્યા હોવાની સાથે હિરેન પટેલની ડીગ્રી લક્ષી વિગતો માંગવામાં આવી છે. 15 દિવસની મહોલત આપી તેઓની પાસે થી વિગતો મેળવ્યાં બાદ સરકારના અભિપ્રાય મુજબ આ મામલે નિર્ણય કરાશે તેવું કુલપતિ એ બુધવારે જણાવ્યું હતું. આ અંગે મળતી હકીકત મુજબ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટ અંતર્ગત નવીન બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બોડીમાં રજીસ્ટર ગેજ્યુટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ હિરેન પટેલ યુનિવર્સિટી ની રજીસ્ટર ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓની યાદીમાં નામ ધરાવતા ના હોય નિમણૂક ખોટી હોવાના યુનિવર્સિટી હિત રક્ષક દ્વારા આવેદનપત્ર સાથે આક્ષેપ કરતા યુનિવર્સિટી કુલપતિ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તપાસ અંતર્ગત સભ્ય પાસે તેમની ડિગ્રી લક્ષી વિગતો મંગાવામાં આવી છે. સભ્ય દ્વારા 15 દિવસની મુદત મેળવી વિગતો રજૂ કરવા સંમતિ દર્શાવી હોય જે ડિગ્રી લક્ષી વિગતો પ્રાપ્ત થયે સરકાર પાસે નિમણૂક અંગે અભિપ્રાય લઈ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય કરાશે તેવું યુનિવર્સિટી કુલપતિ ડૉ.કે.સી.પોરીયાંએ જણાવ્યું હતું.


http://dlvr.it/T6J7zd

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6