રાજ્યનો સૌથી મોટો ભગો કહી શકાય એવી ગંભીર બેદરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની બહાર આવી છે અને આવું માત્ર એક વખત બન્યું નથી પરંતુ એક સપ્તાહમાં બીજીવખત બન્યું છે. યુનિવર્સિટીની એમ.એ સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓનું 1 મેના રોજ છેલ્લું પેપર હતું. એજ્યુકેશન સાઇકોલોજી વિષયના વિષયની પરીક્ષા જ્યારે બુધવારે સવારે 10.30 કલાકે શરૂ થવાની હતી તે શરૂ થઇ ગઈ ત્યારે છેક ખબર પડી કે આ વિષયનું પેપર કાઢવાનું જ ભુલાઇ ગયું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. બાદમાં તાત્કાલિક પરીક્ષા નિયામક દ્વારા પેપર સેટરને ફોન કરીને પેપર મગાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને અપાયું. લગભગ અડધો કલાક જેટલો સમય બગડ્યો જે વિદ્યાર્થીઓને પાછળથી એટલો સમય પેપર લખવા માટે વધુ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ભગા થાય એમાં હવે કોઈ નવી વાત રહી નથી પરંતુ ગંભીર બાબત એ છે કે આવી ગંભીર બેદરકારી દિવસે ને દિવસે વધી રહી છે. અગાઉ પણ 25 એપ્રિલથી શરૂ થયેલી યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલાં જ દિવસે એમ.એ. સેમેસ્ટર-2માં એક્સટર્નલના વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ સાઇકોલોજી એટલે કે સલાહ મનોવિજ્ઞાન વિષયનું પેપર હતું. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા ત્યારે ખબર પડી કે આ વિષયનું પેપર જ કાઢતા ભુલાઇ ગયું છે તે સમયે પણ તાત્કાલિક પેપર સેટરને ફોન કરીને તાત્કાલિક પેપર મગાવ્યું અને પછી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં બે વખત આવી ગંભીર બેદરકારી બહાર આવી છે છતાં હજુ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. યુનિવર્સિટીના ગ્રેડની જેમ પરીક્ષા વિભાગનું સંચાલન પણ કથળી રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. પેપર ફૂટ્યું ન હોય, લીક ન થયું હોય, ખોટું પેપર આપી દેવાયું હોય, બીજા વિષયનું પેપર આપી દેવાયું હોય, જૂના કોર્સનું પેપર આપી દેવાયું હોય તેવું વારંવાર બને છે. અગાઉની પરીક્ષામાં બી.કોમ. સેમેસ્ટર-4માં બીજા વિષયનું પેપર ધાબડી દેવાતા વધુ એક ભગો બહાર આવ્યો હતો. ત્યારબાદ એમ.એ. અંગ્રેજીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 21 માર્કસના પ્રશ્નો વર્ષ 2016ના પૂછી નાખવામાં આવ્યા હતા. પરીક્ષા શરૂ થઇ અને જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ આ પેપર અંગે વાંધો ઉઠાવ્યો પરંતુ કેન્દ્રમાં હાજર પ્રોફેસરે તેને ચુપ કરાવી દીધા હતા. એક મહિના પહેલાં પેપર સેટ કરાય છે છતાં ચૂક થઇ
સામાન્ય રીતે પરીક્ષાના એક મહિના પહેલાં જ પેપર સેટર પાસે પ્રશ્નપત્ર સેટ કરાવવામાં આવે છે અને એક વિષયના ત્રણ પેપર સેટ બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લે 25મી એપ્રિલ અને 1 મેના રોજ લેવાયેલી એમ.એ સાઇકોલોજીના વિષયની પરીક્ષામાં ગંભીર ચૂક થઇ. પરીક્ષા શરૂ થઇ ત્યારે જ ખબર પડી કે પેપર કાઢવાનું જ ભુલાઇ ગયું છે. યુનિવર્સિટીની પરીક્ષામાં એક વિદ્યાર્થીને બીજા વિષયનું પેપર આપી દેવાયું હતું. બાદમાં જાણ થતાં તાત્કાલિક પેપર બદલી દેવાયું હતું. આ પ્રક્રિયામાં લગભગ 5 થી 10 મિનિટનો સમય વેડફાયો હતો, પરંતુ વિદ્યાર્થીને તેટલો સમય વધુ અપાયો હતો. > નિલેશ સોની, પરીક્ષા નિયામક ભાસ્કર પ્રયોગ:પરીક્ષા નિયામક સોનીના કાર્યકાળમાં સૌથી વધુ ભગા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટે, પ્રશ્નો લીક થાય, બીજા વિષયના પેપર આપી દેવાય, જૂના કોર્સના પેપર ધાબડી દેવાય આવા અનેક ભગા છેલ્લા બે વર્ષમાં પરીક્ષા નિયામક નિલેશ સોનીના કાર્યકાળમાં થયા છે. દિવ્ય ભાસ્કરે આ ગંભીર બેદરકારીને પોસ્ટર પ્રયોગ સ્વરૂપે રજૂ કરી સ્ટુડન્ટ ઓફ ધ યરને બદલે ફ્લોપ એક્ઝામીનર ઓફ ધ યરનો ખિતાબ નિલેશ સોનીને આપવો પડે તેવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
http://dlvr.it/T6Hj3L

Comments
Post a Comment