સાબરકાંઠાના વેડાછાવણીમાં પાર્સલ બ્લાસ્ટનો મામલો:ગુજરાત ATS, NSG, ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઇ
સાબરકાંઠાના વેડાછાવણી ગામમાં પાર્સલને ખોલતા જ થયેલા બોંબ બ્લાસ્ટની ઘટનાને લઇ રાજ્યના ગૃહવિભાગે આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંઘીનગર ફોરેન્સિક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વ જ બનેલી આ ઘટનાને પગલે NSG, NIA સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ વેડાછાવણી ખાતે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, પોલીસની 10 જેટલી ટીમને રીક્ષાચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે CCTV સર્વેલન્સ તેમજ ટેક્નીકલ સર્વેલન્સના આધારે સક્રિય કરવામાં આવી છે. શું બની હતી ઘટના
વડાલી તાલુકાના વેડાછાવણીમાં રહેતા જીતેન્દ્ર વણઝારાને ત્યાં આજે (ગુરુવાર) સાંજના સમયે કોઇ અજાણ્યો રીક્ષાચાલક પાર્સલ આપી ગયો હતો. જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતેન્દ્રભાઇ અને તેમની પુત્રી ભૂમિનું મોત નીપજ્યું હતું. DGP અને ગૃહવિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઇને તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, ગુજરાત ATS અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓને પાર્સલ બોંબ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડાવવા માટે તાકીદ કરી હતી. CCTV અને મોબાઇલનું ટેકનીકલ સર્વેલન્સ
જેના પગલે સાબરકાંઠા પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચ, ATS અને ફોરેન્સિક લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા પાર્સલ બોંબ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રીક્ષાચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે CCTV અને મોબાઇલનું ટેકનીકલ સર્વેલન્સ પોલીસ માટે મહત્વના હોવાથી વેડાછાવણી ગામથી જે સ્થળે સ્કૂટર ચાલકે પાર્સલ આપવામાં આવ્યું હતું. તે સ્થળ ઉપરાંત તેની સાથે જોડાયેલા રસ્તાઓ પરના CCTVને આધારે તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે રિપોર્ટ
આગામી મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને પગલે ચૂંટણીપંચે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે.આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સમયે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે NIA, NSGની ટીમને પણ સાબરકાંઠા દોડી આવી છે. જેમાં આ ઘટનાને પગલે આગામી રેલી અને સભામાં વધુ એલર્ટ રહી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે રિપોર્ટ કરાયો છે.
http://dlvr.it/T6KjyP

Comments
Post a Comment